Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરરાત્રિના સમયે પાડોશી શખ્સ ઘરમાં ઘુસ્યો, મહિલાએ બુમાબુમ કરી...

રાત્રિના સમયે પાડોશી શખ્સ ઘરમાં ઘુસ્યો, મહિલાએ બુમાબુમ કરી…

મહિલાને લાત મારી પાડી દીધી, ત્રણ ફડાકા ઝીંકયા : સીડીના પગથિયા ઉતરતા સમયે અન્ય મહિલાને ધકકો મારી પછાડી : દિવાલ કુદી ભાગવા જતા પગ ભાંગ્યો: પોલીસ દ્વારા તપાસ

- Advertisement -

જામનગર શહેરના રામેશ્વરનગર વિસ્તારમાં રહેતી મહિલાના ઘરમાં રાત્રિના સમયે એક શખ્સે દરવાજો ખોલી ગેરકાયદેસર પ્રવેશ કરતા મહિલા જાગી જતા બુમાબુમ કરતા શખ્સે મહિલાને ફડાકા અને લત મારી પાડી દઇ નાસવા જતા દિવાલ પરથી કુદકો મારતા પટકાયેલા શખ્સને ઈજા પહોંચી હતી. પરંતુ તે નાશી જવામાં સફળ રહ્યો હતો.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં રામેશ્ર્વરનગર ક્રિષ્નાપાર્ક શેરી નં.3 માં રહેતાં તબસુમબેન ઈસ્લામ ઉર્ફે સોનુભાઈ કાદરી નામના મહિલાના મકાનમાં શનિવારે રાત્રિના સમયે તેના જ વિસ્તારમાં રહેતો જયેશ ઉર્ફે સાગર રાઠોડ નામનો શખ્સ બે દિવસ પહેલાં રાત્રિના સમયે મહિલના ઘરમાં દરવાજો ખોલી ગેરકાયદેસર ઘુસ્યો હતો. તે સમયે તબસુમબેન જાગી જતા બુમાબુમ કરતા જયેશે મહિલાને લત મારી પાડી દીધી હતી અને ત્યારબાદ ત્રણ ફડાકા મારતા મહિલાએ વધુ રાડારાડી કરી હતી. જેથી અવાચક થઈ ગયેલો જયેશ મહિલાના રૂમમાંથી દોડીને સીડીના પગથિયા વાટે નીચે ઉતરતો હતો તે દરમિયાન આઈશાબેનને ધકકો મારી પાડી દીધા હતાં અને મકાનમાંથી નાશી જવા માટે દિવાલ પરથી કુદકો મારી નીચે પટકાતા જયેશ ઉર્ફે સાગર રાઠોડને પગમાં ઈજા પહોંચી હતી તેમ છતાં જયેશ નાશી જવામાં સફળ રહ્યો હતો.

- Advertisement -

ત્યારબાદ આ ઘટના અંગે મહિલા દ્વારા જાણ કરાતા પીએસઆઈ કે.એન.જાડેજા તથા સ્ટાફે જયેશ ઉર્ફે સાગર રાઠોડ વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular