Wednesday, October 23, 2024
Homeરાજ્યહાલારદ્વારકા જિલ્લામાં નાયબ કલેકટર સંવર્ગના અધિકારીઓની સામૂહિક બદલી

દ્વારકા જિલ્લામાં નાયબ કલેકટર સંવર્ગના અધિકારીઓની સામૂહિક બદલી

ખંભાળિયા પ્રાંત અધિકારીને ગાંધીનગર જિલ્લામાં મુકાયા

- Advertisement -

ગુજરાત સરકારના મહેસુલ વિભાગ તથા પંચાયત વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં ફરજ બજાવતા જી.એ.એસ. કક્ષાના અધિકારીઓની સામૂહિક બદલીના શનિવારે જારી કરવામાં આવેલા ઓર્ડરોમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા સ્થળોએ ફરજ બજાવતા અધિકારીઓને પણ બદલવામાં આવ્યા છે.

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે ફરજ બજાવતા કુ. આસ્થા ડાંગરને ગાંધીનગરના મંડલ ખાતેના ડેપ્યુટી કલેકટર (એસ.આઈ.આર.) તરીકે, ખંભાળિયાના પ્રાંત અધિકારી પાર્થ કોટડીયાને ગાંધીનગર જિલ્લાના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે, વેઇટિંગ ફોર પોસ્ટિંગમાં રહેલા જે.ડી. પટેલને જિલ્લાના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે, અમદાવાદના મામલતદાર એચ.ડી. ભગોરાને દ્વારકા જિલ્લા પ્રાંત અધિકારી તરીકે તેમજ રાજકોટના મામલતદાર કે.કે. કરમટાને ખંભાળિયાના પ્રાંત અધિકારી તરીકે મૂકવામાં આવ્યા છે.

આ સાથે સરકારના નાયબ સચિવ, પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ગાંધીનગર જિલ્લાના માણસાના તાલુકા વિકાસ અધિકારી પૃથ્વીરાજસિંહ અનિરૂધ્ધસિંહ ગોહિલને દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે તેમજ રાજકોટના તાલુકા વિકાસ અધિકારી નાગાજણભાઈ માલદેભાઈ તરખાલાને પણ નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે મૂકવામાં આવ્યા છે.

- Advertisement -

આ ઉપરાંત મહેસુલ વિભાગ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી ભવ્યકુમાર નીનામાની બદલી દાહોદ જિલ્લાના લીમખેડા પ્રાંત ઓફિસર તરીકે કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીની બદલી થતાં તેમની જગ્યાએ તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા પી.એ. ગોહિલને બઢતી આપી, અત્રેના જિલ્લામાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે મૂકવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી ગોહિલની પ્રથમ નિમણુક પણ અત્રેના જિલ્લામાં પ્રાયોજના અધિકારી વહીવટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, દેવભૂમિ દ્વારકાની કચેરીમાં કરાઈ હતી તેમજ તેમના પિતાશ્રી પણ નિવૃત્ત અધિક કલેકટર તરીકે જામનગર જિલ્લામાંથી નિવૃત થયા છે. ખુબજ શાંત સ્વભાવ ધરાવતા પી.એ. ગોહિલની નિમણુંક અત્રેના જિલ્લામાં થવાથી કર્મચારીઓમાં આનંદની લાગણી જોવા મળી છે.

આ જિલ્લામાં પ્રથમ વખત નાયબ જિલ્લા વિકાસ અધિકારીની બીજી જગ્યા પણ આ ઓર્ડરથી ભરાઈ છે. રાજકોટના તાલુકા વિકાસ અધિકારી રાજકોટ તરીકે ફરજ બજાવતા નાગાજણભાઈ માલદેભાઈ તરખાલાને બઢતી આપીને અહીંની જિલ્લા પંચાયત કચેરીમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે મુકવામાં આવ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular