Wednesday, January 8, 2025
Homeરાજ્યહાલારહિટ એન્ડ રન : નિંદ્રાધિન દિવ્યાંગ યુવતી પર ટ્રક ફરી વળતા મોત

હિટ એન્ડ રન : નિંદ્રાધિન દિવ્યાંગ યુવતી પર ટ્રક ફરી વળતા મોત

- Advertisement -

મીઠાપુરના આરંભડા સીમ વિસ્તારમાં આવેલા જી.આઈ.ડી.સી. બસ સ્ટેશનની પાછળના ભાગે આવેલા કાચા રસ્તા પર શનિવારે રાત્રિના સમયે સૂતેલી આશરે 30 થી 35 વર્ષની વયની અજાણી ભિક્ષુક જેવી અસ્થિર મગજની મહિલા પર રાત્રિના આશરે સાડા ત્રણેક વાગ્યાના સમયે પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 37 ટી. 5565 નંબરના એક ટ્રકના ચાલકે આ મહિલાના માથા પર ટ્રકનું તોતિંગ ટાયર ફેરવી દેતા આ અજાણી મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ બાદ ટ્રકનો ચાલક પોતાનો ટ્રક મૂકીને નાસી છૂટ્યો હોવાનું વધુમાં જાહેર થયું છે. આ બનાવ અંગે આરંભડા જી.આઈ.ડી.સી. પાસે રહેતા નાથાભાઈ પોપટભાઈ પરમારની ફરિયાદ પરથી મીઠાપુર પોલીસે ટ્રકના ચાલક સામે આઈપીસી કલમ 279, 304 (અ) તથા એમ.વી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ ઈન્ચાર્જ પી.આઈ. એમ.ડી. મકવાણા દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular