Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરનગરપ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આંતરશાળા સ્પર્ધા પુરસ્કાર વિતરણ સમારોહ યોજાયો

નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આંતરશાળા સ્પર્ધા પુરસ્કાર વિતરણ સમારોહ યોજાયો

- Advertisement -

નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ જામનગર દ્વારા વર્ષ દરમિયાન યોજાયેલ 24 જેટલી સ્પર્ધાઓમાં અંદાજે 600 જેટલા વિદ્યાર્થી ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો. તેમાંથી 100 જેટલા સ્પર્ધકોએ 1 થી 5 મો વિજેતા ક્રમ પ્રાપ્ત કર્યો હતો. આ વિજેતા સ્પર્ધકોને પુરસ્કૃત કરવા માટે ધન્વન્તરી ઓડીટોરીયમ ખાતે પુરસ્કાર વિતરણ સમારોહ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટય થી કરવામાં આવેલ અને શાળા નં.59 ની બાળાઓ દ્વારા સ્વાગતગીત રજૂ કરવામાં આવ્યું હતું. સ્વાગત પ્રવચન સમિતિના અધ્યક્ષ મનિષભાઈ કનખરા દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોનું પુસ્તક વડે સ્વાગત કરવામાં આવ્યું હતું. શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ મોબાઇલ યુગમાંથી બહાર નિકળી અને શારીરિક કૌશલ્યો ખીલવવા અને રમત ગમત ક્ષેત્રે આગળ વધવા રસ રુચિ દાખવવા સૂચન કર્યુ હતું. અલગ અલગ સ્પર્ધાઓમાં વિજેતા સ્પર્ધકો પૈકી વકતૃત્વ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક આવેલ સ્પર્ધકોને મેયર વિનોદભાઈ ખીમસુરીયા દ્વારા પ્રમાણપત્રથી પુરસ્કૃત કરવામાં આવેલ. લાંબા અને તંદુરસ્તવાળની સ્પર્ધાના વિજેતા સ્પર્ધકને 78-વિધાનસભાના ધારાસભ્ય રીવાબા જાડેજા દ્વારા પ્રમાણપત્રથી પુરસ્કૃત કરવામાં આવ્યા હતાં. 79-વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી દ્વારા શ્રૃતલેખન સ્પર્ધાના વિજેતા સ્પર્ધકને પ્રમાણપત્રથી પુરસ્કૃત કરવામાં આવેલ હતાં. શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા દ્વારા સુલેખન સ્પર્ધાના પ્રથમ વિજેતા સ્પર્ધકને પ્રમાણપત્રથી પુરસ્કૃત કરવામાં આવ્યાં હતાં. ત્યારબાદ ઉપસ્થિત તમામ મહાનુભાવો દ્વારા ક્રમશ: વિજેતા સ્પર્ધકોને પ્રમાણપત્રથી પુરસ્કૃત કરવામાં આવ્યાં હતાં. ત્યારબાદ ઉપસ્થિત તમામ મહાનુભાવો દ્વારા ક્રમશ: વિજેતા સ્પર્ધકોને પ્રમાણપત્રથી પુરસ્કૃત કરવામાં આવ્યાં હતાં. તમામ સ્પર્ધાઓમાં વિજેતા સ્પર્ધકોના વિજેતાક્રમાનુસાર રોકડ રકમ સંબંધિત સ્પર્ધકના બેંક ખાતામાં જમા આપવામાં આવનાર છે.

- Advertisement -

સમારોહમાં સાંસદ પૂનમબેન માડમ દ્વારા શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવ્યો હતો. મેયર વિનોદભાઈ ખીમસુરીયા, 78-વિધાનસભાના ધારાસભ્યો રીવાબા જાડેજા, 79-વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, શાસક પક્ષના નેતા આશિષભાઈ જોશી, નગર સેવક ગોપાલભાઈ સોરઠીયા, શિક્ષણ સમિતિના અધ્યક્ષ મનિષભાઈ કનખરા, ઉપાધ્યક્ષ પ્રજ્ઞાબા સોઢા, શાસનાધિકારી ફાલ્ગુનીબેન પટેલ, સમિતિના સભ્ય મુકેશભાઈ વસોયા, બિમલભાઈ સોનછાત્રા, દિનેશભાઈ રબારી, રઉફભાઈ ગઢકાઈ, મનિષાબેન બાબરીયા, યાત્રીબેન ત્રિવેદી, રમેશભાઈ કંસારા, રામભાઈ કુંભારવાડિયા, સંજયભાઈ દાઉદીયા, વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં અને વિજેતા સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં. વર્ષ દરમિયાન યોજાયેલ તમામ સ્પર્ધાઓમાં શાળા નં. 21ને જનરલ ચેમ્પિયનશીપ અને શાળા નં.18 ને રનર્સઅપની ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. ત્યારબાદ બાળકો તથા ઉપસ્થિત શિક્ષક ભાઈ-બહેનો માટે ચા-કોફી અને અલ્પાહારની વ્યવસ્થા રાખવામાં આવી હતી. સમારોહના અંતમાં આભારવિધિ ઉપાધ્યક્ષ પ્રજ્ઞાબા સોઢા દ્વારા કરવામાં આવી હતી અને કાર્યક્રમનું સંચાલન સમિતિના કર્મચારી પ્રવિણસિંહ જાડેજા અને શાળા નં.60 ના આચાર્ય વિજયભાઇ પંડયા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કચેરીના સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular