Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરવિશ્વ હિન્દુ પરિષદ - બજરંગદળની શૌર્ય જાગરણ યાત્રાનું ડાયરા સાથે સમાપન

વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગદળની શૌર્ય જાગરણ યાત્રાનું ડાયરા સાથે સમાપન

માયાભાઈ આહિર સહિતના કલાકારોનો લોકડાયરો યોજાયો : સાંસદ પૂનમબેન માડમ સહિતના અગ્રણીઓ, સંતો-મહંતો ઉપસ્થિત

- Advertisement -

જામનગરમાં 2 ઓકટોબરથી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળની શૌર્ય જાગરણ યાત્રા નું આવી પહોંચી હતી. જેનું જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં ધર્મસભા અને લોક ડાયરા સાથે સમાપન કરવામાં આવ્યું હતું. જામનગર મહાનગરમાં પ્રવેશ બાદ શહેરના મોટાભાગના વિસ્તારોમાં ફરેલી શૌર્ય જાગરણ યાત્રાનું અનેક સંસ્થાઓ અને ધર્મ પ્રેમીઓ દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

- Advertisement -

જામનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળની શૌર્ય જાગરણ યાત્રા 5, ઓકટોબરે રાત્રે પહોંચી હતી જ્યાં સાંગણા વાળા મહામંડલેશ્વર 1008 રમજુ બાપુ,ખીજડા મંદિરના 108 લક્ષ્મણદેવજી મહારાજ, કોઠારી સ્વામી ચતુર્ભુજદાસજી, દ્વારકાવાળા પ પૂ. ગોવિંદ પ્રસાદ દાસજીના પ્રતિનિધિ કે.પી. સ્વામી, જમુના નાથજી મહારાજ, હરીબાપુ, કિશનભાઇ નારોલા, રૂતેશ્વરી દેવીજી સહિતના સંતો મહંતોની ઉપસ્થિતિમાં ધર્મ સભા યોજાઈ હતી. બાદમાં ઉપસ્થિત સંતો મહંતોએ શૌર્ય જાગરણ યાત્રાના રથમાં બિરાજમાન ભગવાન શ્રીરામ લક્ષ્મણ જાનકી અને હનુમાનજીની આરતી ઉતારવામાં આવી હતી.

જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે 5 ઓક્ટોબરે રાત્રે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ દ્વારા ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમી ના સહયોગથી જાણીતા હાસ્ય કલાકાર માયાભાઈ આહીર, લોકગાયિકા પુનમબેન ગોંડલીયા, રાજુભાઈ સાકરીયા અને ગંભીરભાઈ આહીર સહિતના કલાકારો દ્વારા સજીંદાઓની ટીમ સાથેનો ભવ્ય લોક ડાયરો યોજયો હતો. આ લોક ડાયરામાં જામનગરના સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, રિવાબા જાડેજા, મેઘજીભાઈ ચાવડા, મેયર વિનોદભાઈ ખીમસુરીયા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ ચેરમેન નિલેશભાઈ કગથરા, જિલ્લા ભાજપ અધ્યક્ષ રમેશભાઈ મુંગરા, શહેર ભાજપ અધ્યક્ષ ડો.વિમલભાઈ કગથરા, શસકપક્ષના નેતા આશિષભાઈ જોશી, દંડક કેતનભાઇ નાખવા, પૂર્વ મંત્રી હકુભા જાડેજા, ભાવેશભાઈ ગાગીયા (બાદશાહ ભાઈ), જામનગર પત્રકાર મંડળના પ્રમુખ ગીરીશભાઈ ગણાત્રા, યોગેન્દ્રભાઈ વેકરીયા સહિતના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ ડાયરામાં ખાસ અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા ગુજરાતના યુવા અધ્યક્ષ રાજદીપસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા (રીબડા), લેઉવા પટેલ સમાજના પ્રમુખ મનસુખભાઈ રાબડીયા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંઘચાલકજી ધીરુભાઈ કણસાગરા, ધીરુભાઈ સાવલિયા, લઘુ ઉદ્યોગ ભારતીના પ્રાંત અધ્યક્ષ દિનેશભાઈ ડાંગરિયા સહિતના સામાજિક, ધાર્મિક અને રાજકીય ક્ષેત્રના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -

જામનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળની શૌર્ય જાગરણ યાત્રાને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વિશ્વભરમાં વસતા હિન્દુઓ અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતી ઐતિહાસિક શૌર્યવિરોની ગાથા આજના યુવા વર્ગમાં પ્રસરે અને યુવાનોનું શૌર્ય જાગૃત થાય તે હેતુથી રામ, લક્ષ્મણ, જાનકી, હનુમાનજી સાથેના શૌર્ય જાગરણ રથને રંગોળી, રાસગરબાની રમઝટ બોલાવી આવકાર સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ . જામનગરમાં આ યાત્રાના સમાપન બાદ પ્રદર્શન મેદાન ખાતે ધર્મસભા અને લોક ડાયરામાં મોટી સંખ્યામાં મોડીરાત સુધી જોડાયા હતા.

વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળની શૌર્ય જાગરણ યાત્રા, ધર્મ સભા અને લોક ડાયરાના કાર્યક્રમ માટે વિશ્વ હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ભરતભાઈ મોદી, પ્રાંત સહમંત્રી દેવજીભાઈ મિયાત્રા, પ્રાંત સંગઠન મંત્રી કિરીટભાઈ મિસ્ત્રી, બજરંગ દળ ના સૌરાષ્ટ્ર પ્રાંતના સંયોજક રવિરાજસિંહ જાડેજા, વિશ્વ હિન્દુ પરિષદના વિભાગ અધ્યક્ષ ભરતભાઈ ડાંગરિયા, વિભાગ સહમંત્રી ધર્મેશભાઈ ગોંડલીયા જામનગરના ઉપાધ્યક્ષ અને યાત્રાના સંયોજક રમેશભાઈ તારપરા, ઉપાધ્યક્ષ સુબ્રમણયમભાઈ પીલે, વિજયભાઈ બાબરીયા, મંત્રી હેમંતસિંહ જાડેજા, જિલ્લા પ્રચાર પ્રસાર સંયોજક કિંજલભાઈ કારસરીયા, વિશેષ સંપર્ક સંયોજક કલ્પેનભાઈ રાજાણી, બજરંગ દળ સંયોજક હિરેનભાઈ ગંઢા, બજરંગદળ શહેર સહ સંયોજક ભૈરવ ચાંદ્રા, જીલ બારાઈ, ધ્રુમિલ લંબાટે, વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના માતૃશક્તિ સહ સંયોજિકા હીનાબેન અગ્રાવત, દુર્ગા વાહિનીના સંયોજિકા કૃપાબેન લાલ, જામનગર શહેર સહસયોજિકા અલકાબેન ટંકારીયા, માતૃશક્તિ સહસંયોજિકા ભાગીરથીબેન (ટિકુબેન) અજા, દુર્ગાવાહિની સહસંયોજિકા રીનાબેન નાનાણી, સ્વરૂપબા જાડેજા, રેખાબેન લાખાણી, ભાવનાબેન ગઢવી સહિતના અગ્રણી અને કાર્યકરો દ્વારા જહેમત ઉઠાવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular