રાજ્ય સરકાર દ્વારા પ્રથમ વાઇબ્રન્ટ સમિટને વીસ વર્ષ પૂર્ણ થતાં તેના ભાગરૂપે જિલ્લા કક્ષાએ વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ દેવભૂમિ દ્વારકાનું આયોજન તા. 7 ના રોજ સવારે 10 વાગ્યે ખંભાળિયામાં નગરપાલીકા ટાઉનહોલ ખાતે યોજાશે. જેમાં મુખ્ય મહેમાન જિલ્લા પ્રભારી મંત્રી અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ સભ્ય પૂનમબેન માડમ, દ્વારકા ધારાસભ્ય પબુભા માણેક, જિલ્લા પંચાયત પ્રમુખ રિધ્ધીબા જાડેજાની ઉપસ્થિતિમાં યોજાનાર છે.
સરકાર દ્વારા એક્ષપોર્ટ કોન્કલેવ્સ, સ્ટાર્ટઅપ, વન ડિસ્ટ્રીકટ વન પ્રોડક્ટ, Export Hub વિગેરે વિવિધ બાબતો અંગે જિલ્લાના ઉધોગ સાહસિકોને પ્રોત્સાહિત કરવા માટે અને ઉધોગોને બેંક તરફથી અને વિવિધ કચેરી મારફત કયા પ્રકારની સેવાઓ પ્રાપ્ત થાય છે અને તે સેવાઓના લાભ માટે થતી સમસ્યાઓ અંગે તાત્કાલીક સ્થળ પર નિકાલ કરવા માટે કાર્યક્રમમાં આનુષંગિક સ્ટોલ પણ રાખવામાં આવ્યા છે.
આ કાર્યક્રમમાં જિલ્લા ઉધોગ કેન્દ્રની વિવિધ પ્રોત્સાહન યોજનાઓનું માર્ગદર્શન અને સાહિત્ય આપવામાં આવશે. કાર્યક્રમમાં ભાગ લેવા ઈચ્છતા ઉધોગ સાહસિકોએ https://forms.gle/Fcn82guZ6Qc4BJCGA લીંક પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જિલ્લાનાં ઉધોગકારો તેમજ રસ ધરાવતાં પ્રજાજનોને ઉપસ્થિત રહેવા દેવભૂમિ દ્વારકા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની યાદીમાં જણાવાયું છે.