લાલપુર તાલુકાના મેઘપર ગામમાં રહેતો અને મજૂરી કામ કરતો યુવાન રાત્રીના સમયે મકાનની છત ઉપર બેસીને ફોન પર વાતચીત કરતો હતો તે દરમિયાન અકસ્માતે નીચે પટકાતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
ઉત્તરપ્રદેશના શાહરનપુર જિલ્લાનો વતની અને હાલ લાલપુર તાલુકાના મેઘપર ગામમાં ભાડે મકાનમાં રહેતો સંદીપભાઇ રામપ્રકાશ શર્મા (ઉ.વ.30) નામનો મજૂરી કામ કરતો યુવાન રવિવારે રાત્રીના સમયે તેના મકાનની છત પર પાળી પર બેસી મોબાઇલમાં વાતચીત કરતો હતો તે દરમિયાન અકસ્માતે છત પરથી નીચે પટકાતાં લોખંડના પાયાવાળા ઉંધા પડેલા ખાટલા ઉપર પટકાતાં શરીરે અને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારબાદ ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન યુવાનનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે મૃતકના ભાઇ રાજેશ દ્વારા જાણ કરાતાં હેકો વી.સી. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબજો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.