Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગર પહોચી વિશ્વ હિન્દુ પરિષદ - બજરંગદળની શૌર્ય જાગરણ યાત્રા

જામનગર પહોચી વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગદળની શૌર્ય જાગરણ યાત્રા

- Advertisement -

જામનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળની શૌર્ય જાગરણ યાત્રા નું આગમન થયું છે. જામનગરની ભાગોળે આવેલા લાખાબાવળ ખાતેથી જામનગર મહાનગરમાં પ્રવેશ કરતા જ યાત્રાનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. યશ્વીબા અને કુમારિકાઓએ શૌર્ય જાગરણ યાત્રાના સામૈયા કર્યા હતા. બાદમાં આ યાત્રા ગોરધનપર, દરેડ, દડિયા, નારણપર, જી.આઇ. ડી.સી ફેસ -2, નાઘુના, હર્ષદપુર, મોખાણા, ખીમલિયા, મોરકંડા, ઠેબા પહોચી છે. બપોરબાદ ઠેબાથી આ યાત્રા જામનગરની ભાગોળે આવેલા ગ્રામ્ય વિસ્તારમાં ફરશે. અને રાત્રે નકલંક રણુજા, ગોકુલપરા ખાતે રાત્રિ વિશ્રામ કરશે. જ્યાં રાસ ગરબાની રમઝટ સાથે સંતો મહંતોના આશીર્વાદ પણ કાર્યક્રમ દરમ્યાન મળશે.

- Advertisement -

વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળની શૌર્ય જાગરણ યાત્રા આવી પહોંચતા બજરંગ દળ ના સૌરાષ્ટ્ર પ્રાંતના સંયોજક રવિરાજસિંહ જાડેજા, વિશ્વ હિન્દુ પરિષદના વિભાગ અધ્યક્ષ ભરતભાઈ ડાંગરિયા, જામનગરના ઉપાધ્યક્ષ અને યાત્રાના સંયોજક રમેશભાઈ તારપરા, ઉપાધ્યક્ષ સુબ્રમણયમભાઈ પીલે, મંત્રી હેમંતસિંહ જાડેજા, જિલ્લા પ્રચાર પ્રસાર સંયોજક કિંજલભાઈ કારસરીયા, વિશેષ સંપર્ક સંયોજક કલ્પેનભાઈ રાજાણી, અગ્રણી ઉદ્યોગપતિ નિલેશભાઈ વાટલીયા, બજરંગદળ શહેર સહ સંયોજક ભૈરવ ચાંદ્રા, વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના માતૃશક્તિ સહ સંયોજિકા હીનાબેન અગ્રાવત, જામનગર શહેર સહસયોજિકા અલકાબેન ટંકારીયા, દુર્ગાવાહિની સહસંયોજિકા રીનાબેન નાનાણી, સ્વરૂપબા જાડેજા સહિતના અગ્રણી અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

જામનગરમાં શૌર્ય જાગરણ યાત્રાના પ્રથમ દિવસે જ બજરંગ દળમાં યુવાનોની ભરતી શરૂ થઈ છે અને જામનગરની ભાગોળે આવેલા નારણપુર વિસ્તારમાં 60 જેટલા નવ યુવકોએ બજરંગ દળ માં ત્રિશુલ દીક્ષા સાથે જોડાઈ ધર્મ કાજે દેશ હિતમાં કાર્ય કરવાશપથ લીધા હતા.

- Advertisement -

જામનગર શહેરમાં ગુલાબ નગર અને શહેરના વિવિધ વિસ્તારોમાં શૌર્ય જાગરણ યાત્રા પ્રવેશશે અને તા. 3 ઓકટોબર રાત્રે મયુર ટાઉનશિપ વિસ્તારમાં રાત્રે શોર્ય જાગરણ યાત્રા પહોંચશે ત્યારે તેમનું અદકેરું સ્વાગત કરવા માટેનું પણ સ્થાનિકો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં શૌર્ય જાગરણ યાત્રામાં ખાસ રથનું પૂજન અર્ચન થશે અને વિશ્વ ખ્યાતિ મેળવેલ રાજ શક્તિ રાસ મંડળ વનરાજસિંહ ગોહિલની ટીમ સાથે સાંસ્કૃતિક રાસ ગરબાની રમઝટ બોલાવશે.
તા.4 ઓકટોબરે વિશ્વ હિન્દુ પરિષદની શૌર્ય જાગરણ યાત્રા મયુર ટાઉનશિપ થી પ્રસ્થાન કરી રણજીતસાગર રોડ પવનચક્કી વિસ્તારમાં ફરી જૂની જેલ, શંકરટેકરી વિસ્તાર, ઉદ્યોગ નગર વિસ્તારમાં આવેલા સોનલ માતાના મંદિરે બપોરે પહોંચશે ત્યારબાદ સાંજે ગોકુલ નગર, પાણાખાણ, સ્વામી વિવેકાનંદ ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી પાસે, હરિયા કોલેજ થઈ, સત્યમ કોલોની રોડ, આઇઓસી કોલોની, એમ્યુઝમેન્ટ પાર્ક થઈ રણજીત નગર વિસ્તારમાંથી શંકર ટેકરી યાત્રા પહોંચશે જ્યાં શંકર ટેકરી વલ્લભનગર વાલ્મિકી વાસમાં સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ ખ્યાતિ પ્રાપ્ત રાસ મંડળીનો કાર્યક્રમ યોજવામાં આવનાર છે.

વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ની શૌર્ય જાગરણ યાત્રા અંતિમ પડાવમાં 5, ઓક્ટોબરે શંકર ટેકરી, વલ્લભ નગર, વાલ્મીકી વાસથી પ્રસ્થાન થઈ ખોડીયાર કોલોની ખોડીયાર મંદિરેથી શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રસ્થાન કરશે અને રાત્રે પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે યાત્રા પહોંચશે જ્યાં ભવ્ય લોક ડાયરા સાથે શૌર્ય જાગરણ યાત્રા જામનગર મહાનગરમાં સંપન્ન થશે. જામનગરમાં 5,ઓકટોબરેે રાત્રે 9 કલાકે સાંગણાવાળા મહામંડલેશ્વર 1008 રમજુબાપુ, કૃષ્ણ પ્રણામી ધર્મચાર્ય 108 શ્રીકૃષ્ણમણિજી મહારાજ, કોઠારી સ્વામી શ્રી ચતુર્ભુજદાસજી, દ્વારકાવાળા પૂ. ગોવિંદ પ્રસાદદાસ, પૂ .પા.ગૌ.108 વલ્લભરાયજી મહોદય, અખિલેશવરાનંદજી, યમુના નાથજી મહારાજ, હરીબાપુ, કિશનભાઇ નારોલા, રૂતેશ્વરી દેવીજી સહિતના સંતો મહંતોની ઉપસ્થિતિમાં ભવ્ય ધર્મ સભા યોજાશે અને જાણીતા હાસ્ય કલાકાર કલાકાર માયાભાઈ આહીર, લોકગાયિકા પુનમબેન ગોંડલીયા, રાજુભાઈ સાકરીયા અને ગંભીરભાઈ આહીર સહિતના કલાકારો સજીંદાઓની ટીમ સાથેનો લોકડાયરો યોજાશે. આ લોક ડાયરામાં ખાસ અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા ગુજરાતના યુવા અધ્યક્ષ રાજદીપસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા (રીબડા) સહિત સામાજિક, ધાર્મિક અને રાજકીય ક્ષેત્રના મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે.

- Advertisement -

જામનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળની શૌર્ય જાગરણ યાત્રાને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિશ્વભરમાં વસતા હિન્દુઓ અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતી ઐતિહાસિક શૌર્યવિરોની ગાથા આજના યુવા વર્ગમાં પ્રસરે અને યુવાનોનું શૌર્ય જાગૃત થાય તે હેતુથી રામ, લક્ષ્મણ, જાનકી, હનુમાનજી સાથેના શૌર્ય જાગરણ રથને રંગોળી, રાસગરબાની રમઝટ બોલાવી આવકાર સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. જામનગરમાં આ યાત્રામાં ધર્મ પ્રેમીઓને જોડાવા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ દ્વારા આહવાન પણ કરવામાં આવ્યું છે.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular