દ્વારકાથી આશરે પાંચ કિલોમીટર દૂર ઓખા મઢી ગામની સીમમાં આવેલા વીન્ડ વર્લ્ડ ઇન્ડિયા લિમિટેડ કંપનીની પવનચક્કી ટાવર નંબર 1 ના બેઝમેન્ટમાં રાખવામાં આવેલા રૂપિયા 7,750 ની કિંમતના 25 કિલોગ્રામ જેટલા વજનના 16 મીટર ઉપર વાયરની ચોરી થવા સબબ વેજાણંદભાઈ દેશુરભાઈ ગઢવી દ્વારા સ્થાનિક પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. દ્વારકાના ભડકેશ્વર મહાદેવના મંદિર પાસેથી મૂળ મધ્યપ્રદેશ રાજ્યના ભોપાલ તાલુકામાં રહેતા ચંપાબેન ક્રિષ્નાનાથ સોની નામના 63 વર્ષના વૃદ્ધા દ્વારકા દર્શનાર્થે આવ્યા હતા, ત્યારે તેમનો રૂપિયા 16,000 ની કિંમતનો રેડમી કંપનીનો મોબાઈલ ફોન કોઈ તસ્કરો ચોરી કરીને લઈ ગયા હોવાની ફરિયાદ દ્વારકા પોલીસમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે કલમ 379 હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.