જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર બેફીકરાઇથી આવી રહેલા ટ્રેકટરે બોલેરો વાહનને પાછળથી ઠોકર મારતા ચાલકે કાબુ ગુમાવી દેતા ડીવાઈડર ટપીને સામેથી પસાર થતા ટ્રક ટે્રઇલર સાથે અથડાતા ત્રીપલ અકસ્માતમાં યુવાનનું મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર શનિવારે રાત્રિના સમયે પૂરઝડપે બેફીકરાઇથી આવી રહેલા જીજે-03-બીડબલ્યુ-2922 નંબરના ટેન્કરના ચાલકે ટેન્કર બેફીકરાઇથી ચલાવી આગળ જતી જીજે-10-ટીએકસ-8553 નંબરના બોલેરો પીકઅપ વાહનને પાછળથી ઠોકર મારતા બોલેરોના ચાલકે કાબુ ગુમાવી દેતા બોલેરો ડીવાઈડર ટપી સામેના રોડ પરથી આવતા ટ્રક ટે્રઇલર સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત થયો હતો. આ અકસ્મતમાં બોલેરોમાં સવાર સીક્કાના યુવાનને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણ થતા પીએસઆઇ જે.પી. સોઢા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી ટ્રક ટેંકરચાલક વિરૂધ્ધ અજીજ મેપાણીના નિવેદનના આધારે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


