જામનગર તાલુકાના વીજરખી ગામમાં રહેતાં યુવાને છ માસ પૂર્વે વેચેલી ખેતીની જમીનના બાકી રહેતાં રૂપિયાની ઉઘરાણી માટે બે શખ્સોએ યુવાનના ઘરે આવી લાકડાના ધોકા વડે અને ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી.
આ બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના વીજરખી ગામમાં રહેતાં જયરાજસિંહ મહોબ્બતસિંહ પીંગળ નામના યુવાને છ માસ પૂર્વે જયેન્દ્રસિંહ જાડેજાને ખેતીની જમીન વેંચાણથી આપી હતી. તેના સાડા ચાર લાખ રૂપિયા લેવાના બાકી હતા આ રૂપિયાની ઉઘરાણી કરતા જયેન્દ્રસિંહના પુત્ર કૃપાલસિંહ જયેન્દ્રસિંહ જાડેજા અને અજાણ્યા સહિતના બે શખ્સોએ જયરાજસિંહના બાઈક પર ઘરે આવી જયરાજસિંહને ઢીકાપાટુનો માર મારી લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો અને પૈસાની ઉઘરાણી કરતો નહીં તો પતાવી દેશું તેવી ધમકી આપી હતી. હુમલો કરી ધમકીના બનાવમાં ઈજાગ્રસ્ત જયરાજસિંહ દ્વારા જાણ કરાતા હેકો સી ડી જાટીયા તથા સ્ટાફે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.