ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા આયશાબેન બસીરભાઈ હાસમભાઈ ભાયા નામના 53 વર્ષના મુસ્લિમ વાઘેર મહિલાના જમાઈ એજાજ રજાક સંઘાર (રહે. સલાયા) દ્વારા પોતાના પત્ની રુકસાનાબેન એજાજ સંઘાર પાસે અવારનવાર પૈસાની માંગણી કરવામાં આવતા તેમણે પૈસા આપવાની ના કહી દીધી હતી. આનાથી ઉશ્કેરાયેલા એજાજ રજાક સંઘાર દ્વારા ફરિયાદી આઈશાબેન તથા તેમની પુત્રી રૂકસાનાબેનને બિભત્સ ગાળો કાઢી, ઢીકાપાટુનો માર માર્યાની તથા જો તેઓ આ બાબતે પોલીસ ફરિયાદ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ આઈશાબેન ભાયા દ્વારા સલાયા મરીન પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસ આઈપીસી કલમ 323, 504 તથા 506 (2) મુજબ ગુનો નોંધી, આરોપીને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.