દ્વારકામાં નરસંગ ટેકરી વિસ્તારમાં ફૂલવાડી સબીર ચોક ખાતે રહેતા અને આ વિસ્તારમાં કટલેરી અને કરિયાણા જેવી પરચુરણ માલસામાનની દુકાન ધરાવતા ઈશાક ઓસમાણ નામના શખ્સ દ્વારા દ્વારકામાં રહેતી એક સગીર બાળા કે જે આરોપી ઇશાકની દુકાનમાં ઇનામ નીકળે તેવા ફટાકડા લેવા ગઈ હતી. ત્યારે તેણે સગીરાને દુકાનની બાજુમાં આવેલા પોતાના ઘરમાં નવા ચંપલ લેવા જવા માટે અંદર મોકલી હતી.
ત્યાર બાદ ઇશાકે ઘરમાં જઈ અને સગીરાને પકડી, પોતે પોતાનું પેન્ટ ઉતારી નાખ્યું હતું અને સગીરા સાથે નિર્લજ્જ અડપલા કરી, છેડતી કર્યાનો બનાવ ખુલવા પામ્યો છે. આ પ્રકરણ અંગે સગીરાના માતાની ફરિયાદ પરથી દ્વારકા પોલીસે ઇશાક ઓસમાણ સામે આઈપીસી કલમ 354 (બી) તથા પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ દ્વારકાના પી.આઈ. જે.જે. ચૌહાણ દ્વારા હાથ ધરવામાં આવી છે.