ધ્રોલ નજીક આઠ નાલા પુલ પાસે ગત તા.14 ના રોજ રીક્ષાચાલકે રીક્ષા ડીવાઈડર સાથે અથડાતા ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, જોડિયા નાકે રહેતા આશિફભાઈ અજીઝભાઈ લાડક ગત તા.14 ના રોજ ધ્રોલ તાલુકાના આઠ નાલા પુલ પાસે જીજે-36-યુ-0434 નંબરની રીક્ષા લઇ જતા હોય આ દરમિયાન કાબુ ગુમાવતા રીક્ષા ડીવાઈડર સાથે અથડાઈ હતી જેમાં રીક્ષાચાલક આશિફભાઈ લાડકને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમિયાન ગઈકાલે તેમનું મૃત્યુ નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે જાકીરભાઈ લાડક દ્વારા જાણ કરાતા પીએસઆઈ પી જી પનારા સહિતના સ્ટાફ દ્વારા મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.