જામનગર શહેરમાં સાત રસ્તા રીક્ષા સ્ટેન્ડ પાસેથી પોલીસે બે શખ્સોને છ નંગ દારૂની બોટલ તથા 24 નંગ બીયરના ટીન સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ જામનગર સિટી એ પોલીસે સાત રસ્તા રીક્ષા સ્ટેન્ડ પાસેથી અર્જુનસિંહ ઉર્ફે સિધ્ધરાજ ખોડુભા નિરુભા સરવૈયા તથા રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજેશ વિક્રમસિંહ ઘેલુભા સોઢા નામના બે શખ્સોને રૂા.2400 ની કિંમતની છ નંગ દારૂની બોટલ તથા રૂા. 2400 ની કિંમતના 24 નંગ બીયરના ટીન અને રૂા.15000 ની કિંમતનો મોબાઇલ ફોન સહિત કુલ રૂા.19,800 ની કિંમતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.