Wednesday, January 1, 2025
Homeરાજ્યહાલારખંભાળિયાના શેઢા ભાડથર ગામે જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

ખંભાળિયાના શેઢા ભાડથર ગામે જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

- Advertisement -

ખંભાળિયાથી આશરે 24 કિલોમીટર દૂર શેઢા ભાડથર ગામે આવેલા વાડી વિસ્તારમાં સ્થાનિક પોલીસે સાંજે જુગાર અંગેની કાર્યવાહી કરી, સરકારી ખરાબામાં વડલાના ઝાડ હેઠળ બેસીને ગંજીપાના વડે જુગાર રમી રહેલા પબા હાજા ચાવડા, પુંજા વેજા વાઢેર, બચુભા પોપટસંગ જેઠવા, મુરુ આલા ચાવડા અને કેશુર ફોગા આંબલીયા નામના પાંચ શખ્સોને રૂપિયા 18,250 રોકડા તથા રૂપિયા 15,000 ની કિંમતના મોટરસાયકલ મળી કુલ રૂપિયા 33,250 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. દરોડા દરમિયાન ભીખા પબા ચાવડા, ભરત મેરામણ ચાવડા, નુંઘા કેશુર વરવારીયા અને દુદા સગર નામના ચાર શખ્સો નાસી છૂટવામાં સફળ થયા હતા જે અંગે ખંભાળિયા પોલીસ મથકમાં જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular