ખંભાળિયા તાલુકાના ઉગમણા બારા ગામે રહેતા લક્ષ્મીબા અનિરુદ્ધસિંહ જાડેજા નામના 22 વર્ષના મહિલાની સાડા ત્રણ માસની પુત્રી છેલ્લા ત્રણ-ચાર દિવસથી બીમાર હોય અને તેણીને દવાથી પણ સારું થતું ન હતું. આ વચ્ચે આ બાળા સતત રડ્યા કરતી હોય, આ અંગેની ચિંતામાં લક્ષ્મીબાએ ગત તા. 19 મીના રોજ પોતાના ઘરે પાકમાં છાંટવાની ઝેરી દવા પી લેતા તેણીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજ્યું હતું.
મૃતક મહિલાનો લગ્નગાળો બે વર્ષનો હતો. આ અંગેની જાણે મૃતકના પતિ અનિરુદ્ધસિંહ હેમતસિંહ જાડેજા (ઉ.વ. 25) એ સલાયા મરીન પોલીસને કરી છે.


