Sunday, January 5, 2025
Homeરાજ્યજામનગરશિક્ષિકાના આપઘાત પ્રકરણમાં ફરિયાદીના ભાઈને કોર્ટ બહાર ધમકી

શિક્ષિકાના આપઘાત પ્રકરણમાં ફરિયાદીના ભાઈને કોર્ટ બહાર ધમકી

શિક્ષિકાને મરી જવા મજબુર કર્યાના બનાવમાં ત્રણ શખ્સો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ: મૃતકના ભાઈની ફરિયાદના આધારે એક શખ્સની ધરપકડ : કોર્ટ બહાર ધમકી આપતા સિટી એ ડીવીઝનમાં અરજી

- Advertisement -

જામનગરમાં શિક્ષિકા યુવતીને મરી જવા મજબુર કર્યાના કેસમાં મૃતકના ફરિયાદી ભાઈને કોર્ટ બહાર ધમકી આપ્યાના બનાવમાં સિટી એ ડિવિઝનમાં અરજી કરવામાં આવી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં શિક્ષિકા યુવતીને ત્રાસ આપી મરી જવા મજબુર કરવાના કેસમાં ત્રણ શખ્સો વિરૂધ્ધ થયેલી ફરિયાદમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીની જામનગરની અદાલતમાં તારીખ સમયે મૃતક યુવતીના ફરિયાદી ભાઈને કોર્ટની બહાર જ ધાક ધમકી આપવામાં આવી હતી. આ બનાવમાં શિક્ષિકા યુવતીની સુસાઈડ નોટના આધારે અગાઉ પોલીસે મૃતકના ભાઈની ફરિયાદના આધારે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. જે પૈકીના એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે અન્ય બે હજુ પોલીસ પકડથી દૂર છે. દરમિયાન કોર્ટ બહાર મૃતક શિક્ષિકાના ફરિયાદી ભાઈને ધમકી આપવાની અરજી સિટી એ ડીવીઝનમાં કરવામાં આવી છે. જેના આધારે પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular