જામનગર શહેરમાં ગ્રેઇન માર્કેટ, શાક માર્કેટ, બેડી/રોઝિ બંદર, જીઆઇડીસી ફેસ-1 થી 3 તથા રિલાયન્સ, એસ્સાર, જીએસએફસીના ભારે વાહનોના શહેરમાં પ્રવેશતા વાહન વ્યવહારની સુચારું વ્યવસ્થા માટે જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદી દ્વારા સરકારના જુદા જુદા વિભાગના વડાઓ તથા રાજ્ય સરકારના અધિકારીઓ, ક્ધસલ્ટન્ટો સાથે ખાસ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજ્ય સરકારના ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલોપમેન્ટ બોર્ડ પ્રેરિત તથા તેમના દ્વારા નિમાયેલ ક્ધસલ્ટન્ટ મેઇન હાર્ટ દ્વારા જામનગર શહેરમાં ભારે વાહનોના પ્રવેશ માટેની વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરુપે મલ્ટીમોડેલ સીટી લોજિસ્ટિક પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ સીટી લોજિસ્ટિક પ્લાન માટે સરકારના વિવિધ વિભાગો જેમ કે, ગુજરાત મેરીટાઇમ બોર્ડ, ફોરેસ્ટ વિભાગ, જીઆઇડીસી, શહેર ટ્રાફિક વિભાગ, જામનગર એરિયા ડેવલોપમેન્ટ ઓથોરીટી, ચેમ્બર ઓફ કોમર્સ, શીપીંગ કંપનીના હોદ્ેદારો, આરટીઓ વગેરેના અધિકારીઓ સાથે કમિશનર ડી.એન. મોદી દ્વારા ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ મિટિંગમાં કમિનશનર દ્વારા શહેરને ફરતા રીંગ-રોગ બનાવવા માટે ટ્રાન્સપોર્ટ, ટ્રકો માટેના અલાયદા પાર્કીંગ તથા તેના માટેની જગ્યા ડાયરેકટ પોર્ટ કનેકટીવીટી વિગેરે બાબતો સૂચના આપવામાં આવી હતી. ગ્રેઇન માર્કેટ, શાક માર્કેટ, પોર્ટ વિગેરેનો ભારે વાહન વ્યવહારની સુચારું વ્યવસ્થા બની રહે તે માટેના આ પ્રાથમિક પ્રયાસ કમિશનર દ્વારા કરવામાં આવેલ છે અને તેનું ઝપડથી અમલીકરણ થાય તેનું આયોજન જામનગર મહાનગરપાલિકા તથા સરકારના વિવિધ વિભાગો, ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પ્રયોજન કરવામાં આવેલ છે.