દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ગોઇંજ ગામે રહેતા પરેશ માંડણભાઈ મકવાણા નામના શખ્સ દ્વારા થોડા સમય પૂર્વે ભાણવડ પંથકની એક સગીરાના અપહરણ તથા દુષ્કર્મના આજથી આશરે 12 વર્ષ પૂર્વેના પ્રકરણમાં ખંભાળિયાની અદાલતે તાજેતરમાં આ શખ્સને 10 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી.
ઉપરોક્ત આરોપીને દબોચી લેવા માટે ભાણવડ પંથકના પી.એસ.આઈ. એમ.આર. સવસેટા તથા એમ.કે. ગઢવીને મળેલી સૂચનાના આધારે ગઈકાલે બુધવારે ભાણવડ પોલીસના પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ કિશોરસિંહ જાડેજા તથા વિપુલભાઈ હેરમાની બાતમીના આધારે આરોપી પરેશ મકવાણા (ઉ.વ. 33) ને ગુંદા ગામના પાટીયા પાસેથી નાસી જાય તે પૂર્વે દબોચી લેવામાં આવ્યો હતો. આ શખ્સને જામનગર જિલ્લા જેલ હવાલે મોકલી દેવામાં આવ્યો છે.