જામનગર શહેરમાં આવેલા આઈએનએસ વાલસુરા કવાર્ટરમાં રહેતા આંધ્રપ્રદેશના વતની વૃદ્ધનું તેના ઘરે એકાએક બેશુધ્ધ થઈ જતાં જી. જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
મળતી વિગત મુજબ, જામનગર શહેરના આઈએનએસ વાલસુરામાં ફરજ બજાવતા અને આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ જિલ્લાના આરીબોયા ગામના વતની ક્રિષ્નાશ્યામલ નામના યુવાનના પિતા બંદારુ ઉમા મહેશ્વરા રાય (ઉ.વ.71) નામના વૃદ્ધ સોમવારે વહેલી સવારના સમયે તેના ઘરે એકાએક શ્ર્વાસ ચડતા બેશુદ્ધ થઈ ગયા હતાં. ત્યારબાદ વૃદ્ધને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં ફરજ પરના તબીબોએ વૃદ્ધનું મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર ક્રિષ્નાભાઈ દ્વારા જાણ કરાતા હેકો જે.ડી. ઝાલા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.