કાલાવડ ગામમાં આવેલા આંબેડકરનગરમાં રહેતાં અને કડીયાકામ કરતા પ્રૌઢને તેના ભત્રીજા સાથે થયેલા ઝઘડા સંદર્ભે સમજાવવા જતાં એક શખ્સે લાકડાનો ધોકા વડે હુમલો કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમજ તલવાર અને દાંતરડા વડે પ્રૌઢના ઘરના દરવાજામાં નુકસાન પહોંચાડી ધમકી આપી હતી.
મળતી વિગત મુજબ, કાલાવડ ગામમાં આવેલા આંબેડકનગર વિસ્તારમાં રહેતા અને કડિયાકામ કરતા કાંતિભાઈ દેશાભાઈ ચાવડા નામના પ્રૌઢના ભત્રીજાને થયેલા ઝઘડા સંદર્ભે પ્રૌઢ સમજાવવા ગયા હતાં તે દરમિયાન સાગર ઉર્ફે ભીખો હરી ચાવડા નામના શખ્સે પ્રૌઢને અપશબ્દો બોલી લાકડાના ધોકા વડે અને ઢીકાપાટુનો માર મારી ઈજા પહોંચાડી હતી. પ્રૌઢને છોડાવવા વચ્ચે પડેલા પ્રવિણભાઈ ઉપર પણ હુમલો કરી ઈજા કરી હતી. તેમજ તલવાર અને દાતરડા વડે પ્રૌઢના ઘરના દરવાજામાં નુકસાન કરી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં કાંતિભાઈના નિવેદનના આધારે હેકો વી.ડી.ઝાપડીયા તથા સ્ટાફે સાગર વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.