જામનગર શહેરમાં શંકરટેકરી વિસ્તારમાં રહેતી મહિલાના ઘરમાં બે મહિલા સહિતના ત્રણ શખ્સોએ ઘૂસીને સામાન વેર વિખેર કરી તોડફોડ કરી મહિલાના પુત્રને પતાવી દેવાની ધમકી આપી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના શંકરટેકરી ન્યુ જેલ રોડ પર મોટા પાણીના ટાંકા પાસે રહેતા જુલીબેન અશ્ર્વિનભાઇ ચુડાસમા નામની મહિલાના ઘરમાં ગત તા.13 ના રોજ બપોરના સમયે ઉમંગ મંગી, પાયલબેન મંગી, રેખાબેન મંગી નામના ત્રણ શખ્સોએ એક સંપ કરી ઘરમાં પ્રવેશ કરી સામાન વેર વિખેર કરી તોડફોડ કરી હતી તેમજ ઉમંગે જુલીબેનના પુત્ર અભિને મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ બે મહિલા સહિતના ત્રણેય શખ્સોએ મહિલા તથા તેના પરિવારજનોને અપશબ્દો કહ્યા હતાં. મહિલાના ઘરમાં ઘુસી તોડફોડ કરી ધમકી આપ્યાના બનાવની જાણ કરાતા પીએસઆઇ એસ.એમ. સિસોદીયા તથા સ્ટાફે જુલીબેનના નિવેદનના આધારે ગુનો નોંધી તપાસ આરંભી હતી.