લાલપુર ગામમાં આવેલા સાનિધ્યપાર્કમાં રહેતાં યુવાને અકળ કારણોસર તેના ઘરે દોરી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ બનાવમાં પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, લાલપુર ગામમાં શાંતિનગર વિસ્તારમાં આવેલા સાનિધ્ય પાર્કમાં રહેતા કેતનભાઇ ખીમજીભાઈ ધોળકિયા (ઉ.વ.39) નામના નોકરી કરતા યુવાને તા.16 ના રોજ શનિવારે વહેલીસવારના સમયે તેના ઘરે અગમ્યકારણોસર છતના હુકમાં દોરી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ બનાવ અંગેની મૃતકના પિતા ખીમજીભાઇ દ્વારા જાણ કરાતા હેકો એચ.કે. મકવાણા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી કયા કારણસર આત્મહત્યા કરી ? તે અંગેની તપાસ આરંભી હતી.