જામનગર શહેરમાં જૈન સમાજ દ્વારા પર્વાધિરાજ પર્યૂષણ પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. જૈન સમુદાય દ્વારા માસક્ષમણ, અઠ્ઠાઇ સહિતના અનેક ઉપવાસ-તપ કરવામાં આવી રહ્યાં છે. શનિવારે મહાવીર જયંતિ નિમિત્તે ડીકેવી પેલસે રોડ પાસે આવેલ પેલેસ દેરાસરમાં મુળનાયક ભગવાન મહાવીરસ્વામિને આકર્ષક આંગી દર્શન યોજાયા હતાં. તેમજ રાત્રીના સમયે ભાવનાના કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જામનગર દક્ષિણના ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી, મેયર વિનોદભાઇ ખિમસુરીયા, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે. ચેરમેન નિલેષ કગથરા, શાસકપક્ષના નેતા આશિષભાઇ જોશી, દંડક કેતનભાઇ નાખવા, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઇ કગથરા, શહેર ભાજપ મહામંત્રી મેરામણભાઇ ભાટુ સહિતના પદાધિકારીઓ તથા અગ્રણીઓ ઉપસ્થિત રહી ભગવાનના દર્શન કર્યા હતાં અને ભાવનામાં પણ ભાગ લીધો હતો.