Sunday, December 22, 2024
Homeરાજ્યહાલારભાણવડ પંથકની સગીરાના પર દુષ્કમના આરોપીને 10 વર્ષની સખ્ત કેદ

ભાણવડ પંથકની સગીરાના પર દુષ્કમના આરોપીને 10 વર્ષની સખ્ત કેદ

બાર વર્ષ પૂર્વેના પ્રકરણમાં મદદગારી કરનારા માતા-પુત્રને પણ કેદની સજા

- Advertisement -

ભાણવડ પંથકમાં રહેતા એક પરિવારની આશરે સાડા 14 વર્ષની સગીર વયની પુત્રીનું અપહરણ થવા સબબ ગત તા. 18-10-2011 ના રોજ સગીરાના પરિવારજન દ્વારા પોલીસમાં નોંધ કરવામાં આવી હતી.

- Advertisement -

આ પ્રકરણમાં ચોખંડા ગામનો કારૂ રાયમલ પરમાર આ સગીરાનું અપહરણ કરીને લઈ ગયો હોવાનું તથા તેના માતા હીરૂબેન રાયમલ પરમારએ પણ આ પ્રકરણમાં મદદગારી કરી હોવાનું ખુલવા પામ્યું હતું. જેમાં સગીરાને વેચી નાખવામાં આવી હોવાની શંકા પણ પોલીસ સમક્ષ વ્યક્ત કરવામાં આવી હતી.

આ અંગે ભાણવડ પોલીસ મથકના પી.એસ.આઈ. દ્વારા અપહરણ તથા મદદગારીની વિવિધ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. જે અંગેની તપાસમાં ભોગ બનનાર કાલાવડ તાલુકાના ધુતારપુર ગામે અન્ય એક આરોપી જમન સોમાભાઈ મકવાણાને ત્યાં રહેતા અને તેની મદદગારી ખુલતા સગીરાનો પત્તો મેળવી અને આ પ્રકરણના મુખ્ય આરોપી એવા પરેશ માંડણ મકવાણા (રહે. ગોઇંજ) દ્વારા સગીરા દુષ્કર્મ આવ્યું હોવાનું ખુલવા પામ્યું હતું. જેથી પોલીસે દુષ્કર્મની કલમ ઉમેરી, આ અંગે જરૂરી નમુના લઇ અને એફએસએલ ખાતે મોકલી પૃથક્કરણનો અહેવાલ મેળવ્યો હતો.

- Advertisement -

જે ખંભાળિયાની એડિશનલ સેશન્સ કોર્ટમાં રજૂ કરી, અહીંના જિલ્લા સરકારી વકીલ એલ.આર. ચાવડા દ્વારા આ પ્રકરણમાં કુલ 18 સાહેદોની તપાસ તેમજ ફરિયાદી અને ભોગ બનનારની જુબાની વિગેરે રજુ કરી, દલીલો કરતા આ પ્રકરણમાં નામદાર અદાલતે આરોપી પરેશ માંડણ મકવાણાને દુષ્કર્મના ગુના સબબ દસ વર્ષની સખત કેદ તથા રૂપિયા 10,000 નો દંડ ફટકારતો હુકમ કર્યો છે. એટલું જ નહીં, આ શખ્સને ગુનામાં મદદગારી કરવા સબબ કારૂ રાયમલ પરમારને પાંચ વર્ષની સખત કેદ અને રૂપિયા 5,000 નો દંડ તથા તેના માતા હીરૂબેન રાયમલ પરમારને પણ મદદગારીના ગુનામાં ત્રણ વર્ષની સખત કેદ અને રૂપિયા 3,000 નો દંડ ફટકારતો હુકમ કર્યો હતો.

આ પ્રકરણમાં ભોગ બનનાર સગીરા પુખ્ત વયની ન હોવાથી તેણીના આર્થિક અને માનસિક પુનર્વસન માટે તેણીને વીટનેસ કમ્પન્સેશન સ્કીમ હેઠળ રૂપિયા એક લાખનું વળતર ચૂકવવા માટેનો હુકમ પણ અદાલત દ્વારા કરવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular