Sunday, December 22, 2024
Homeરાજ્યહાલારઆરંભડાના યુવાન ઉપર ત્રણ શખ્સો દ્વારા હુમલો

આરંભડાના યુવાન ઉપર ત્રણ શખ્સો દ્વારા હુમલો

- Advertisement -

ઓખા મંડળના મીઠાપુર તાબેના આરંભડા ગામે રહેતા અકરમભાઈ રહીમભાઈ ચાવડા નામના 26 વર્ષના ભડેલા મુસ્લિમ યુવાન પર તેના ભાઈ સાથે જમવા બાબતે થયેલી બોલાચાલીનો ખાર રાખી, ઓખાના સીદીયાભા આસપારભા માણેક, જીતેશભા માંડણભા સુમણીયા અને શિવમભા કારાભા માણેક નામના ત્રણ શખ્સોએ લોખંડના પાઇપ તથા લાકડાના ધોકા વડે ફરિયાદી અકરમભાઈ તથા તેમની સાથે સાહેદ આરીફ વલીમામદભાઈને બેફામ માર મારી, ઇજાઓ કર્યાની તથા બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ઓખા મરીન પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ ઓખાના પી.એસ.આઈ. આર.આર. ઝરુ દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular