પર્યૂષણ પર્વના આજે પાંચમા દિવસે જામનગર શહેરના જિનાલયોમાં ભગવાન મહાવીરના જન્મ કલ્યાણકની ઉજવણી કરવામાં આવી હતી. શહેરમાં પેલેસ દેરાસરમાં મુળ નાયક ભગવાન મહાવીર છે. જ્યાં આજે વ્હેલી સવારથી જ ભગવાનની પૂજા કરવા માટે ભાઇઓ, બહેનોની મોટી લાઇનો જોવા મળી હતી. ત્યારબાદ શહેરના શેઠજી દેરાસરની બાજુમાં આવેલ પાઠશાળામાં મહારાજ સાહેબ દ્વારા વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. તેમજ પેલેસ દેરાસરની બાજુમાં ઉપાશ્રયમાં, પટેલ કોલોની આરાધના ભવનમાં વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. બાદમાં ભગવાનના જન્મ પહેલા માતા ત્રિશલાને આવેલા 14 સ્વપ્નો આવેલ હતાં. જે સ્વપ્નોની ઉછામણી શેઠજી દેરાસરની બાજુમાં આવેલ વિધુ વિનોદ જૈન પાઠશાળામાં વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિના ભાઇઓ-બહેનો, બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. ભગવાનના માતાને આવેલા સ્વપ્નોના ઘીની ઉછામણી બોલી લોકોએ ધન્યતા અનુભવી હતી. તેવી જ રીતે શહેરના તમામ ઉપાશ્રયોમાં ભગવાન મહાવીર જન્મ કલ્યાણકની ઉજવણી કરવામાં આવી હતી.