જામજોધપુર તાલુકાના તરસાઇ ગામમાં આવેલા રહેણાંક મકાનમાં બે શખ્સો દ્વારા જૂગારનો અખાડો ચલાવતા હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન 10 શખ્સોને ઝડપી લઇ 70100 ની રોકડ રકમ અને વાહન તથા મોબાઇલ સહિત કુલ રૂા.6 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામજોધપુર તાલુકાના તરસાઈ ગામના નવાપરા વિસ્તારમાં પ્રવિણ ઉર્ફે ભલા વાઘજી ચાગેશા અને જનક ધનજી ચુડાસમા તેના મકાનમાં બહારથી માણસો બોલાવી તીનપતિનો જૂગાર રમાડતા હોવાની હેકો પ્રજ્ઞરાજસિંહ જાડેજા, પો.કો. દિલીપસિંહ જાડેજા, અશોકભાઈ ગાગીયાને મળેલી સંયુકત બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચનાથી ડીવાયએસપી ડી પી વાઘેલાના માર્ગદર્શન હેઠળ પીઆઈ વાય.જે.વાઘેલા, હેકો પ્રજ્ઞરાજસિંહ જાડેજા, સુરેશભાઈ પરમાર, પો.કો. માનસંગભાઈ ઝાપડિયા, અશોકભાઈ ગાગીયા, દિલીપસિંહ જાડેજા, ભગીરથસિંહ જાડેજા સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન સંચાલક જનક ધનજી ચુડાસમા, પ્રવિણ ઉર્ફે ભલો વાઘજી ચાગેશા, ભીખુ ભાણજી ધોકીયા, ગગુ ખીમા ખુટી, ભાયા ધીરુ લુદરીયા, સુરેશ નારણ મોરી, કિશન નાનજી ધોકીયા, મનિલ ગોવિંદ સુરેજા, બાવન રૈયા છેલાણા અને માલદે બાવન ગોજિયા નામના 10 શખ્સ્ોને પોલીસે રૂા.70,100 ની રોકડ રકમ અને રૂા.80,000 ની કિંમતના આઠ નંગ મોબાઇલ તથા રૂા.4,50,000 કિંમતની 15 બાઈક સહિત કુલ રૂા.6,00,100 ની કિંમતના મુદ્દામાલ સાથે ઝડપી લઇ નાશી ગયેલા કૈલાશ ઉર્ફે કયલો પટેલ સહિતના 11 શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.