જામનગર શહેરના કિશાન ચોક વિસ્તારમાં રહેતાં મહિલાને તેની બાજુમાં રહેતી મહિલાએ અપશબ્દો બોલી પથ્થરમારો કરી મહિલાને ઈજા પહોંચાડી હતી.
આ અંગેની ગિત મુજબ, જામનગર શહેરના કિશાન ચોક વિસ્તારમાં આવેલા ગણેશવાસ રહેતાં લક્ષ્મીબેન રમેશભાઈ પરમાર (ઉ.વ.30) નામના મહિલા તેણીના ઘરે ટયુશન કલાસ ચલાવતા હતાં તે દરમિયાન ગુરૂવારે સાંજના સમયે બાજુમાં રહેતાં બાયાબેન દેવશી વિંજોેડા નામની મહિલાએ લક્ષ્મીબેનના ઘર પાસે આવી બેફામ અપશબ્દો બોલતા હતાં. જેથી લક્ષ્મીબેને અપશબ્દો બોલવાની ના પાડી સમજાવવા જતા બાયાબેને ઉશ્કેરાઈને બાજુમાં પડેલો પથ્થર ઉપર મહિલાના માથામાં મારી લોહી લુહાણ કરી મૂકી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં હેકો એમ.આર. પરમાર તથા સ્ટાફે લક્ષ્મીબેનના નિવેદનના આધારે ગુનો નોંધી તપાસ આરંભી હતી.