Thursday, January 16, 2025
Homeરાજ્યહાલારખંભાળિયાના વડાલીયા સિંહણ ગામે જુગારના અખાડા પર પોલીસ ત્રાટકી

ખંભાળિયાના વડાલીયા સિંહણ ગામે જુગારના અખાડા પર પોલીસ ત્રાટકી

મુદામાલ સાથે છ ખેલાડીઓ ઝડપાયા

- Advertisement -

ખંભાળિયા – જામનગર ધોરી માર્ગ પર ગઈકાલે ગુરુવારે અહીંના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મીઓ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ ખીમાભાઈ કરમુર, કાનાભાઈ લુણા તથા યોગરાજસિંહ ઝાલાને મળેલી ચોક્કસ બાતમીના આધારે વડાલીયા સિંહણ ગામના નદી કાંઠે રહેતા અશોક વેલજીભાઈ નડીયાપરા નામના શખ્સ દ્વારા પોતાના કબજા ભોગવટાના રહેણાંક મકાનમાં જુગારનો અખાડો ચલાવવામાં આવતો હોવાની માહિતીના આધારે આ સ્થળે દરોડો પાડવામાં આવ્યો હતો.

- Advertisement -

અહીં ગંજીપત્તા વડે જુગાર રમી રહેલા અશોક વેલજીભાઈ નડીયાપરા, ગોવા ખીમા ચોપડા, રાજેશ કાનજી નડીયાપરા, કાના ભીખા કરમુર, ગફાર વલીમામદ મથુપૌત્ર અને ઉગા ખીમા ચાવડા નામના છ શખ્સોને દબોચી લેવામાં આવ્યા હતા.

ઝડપાયેલા આ શખ્સો પાસેથી પોલીસ દ્વારા રૂપિયા 47,200 રોકડા તથા રૂપિયા 15,500 ની કિંમતના ચાર નંગ મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા 62,700 નો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યવાહી ઇન્ચાર્જ પી.આઈ. નિકુંજ જોશી, પી.એસ.આઈ. આઈ.આઈ. નોયડા, હેમતભાઈ નંદાણીયા, ખીમાભાઈ કરમુર, જેઠાભાઈ પરમાર, દિવ્યરાજસિંહ જાડેજા, યોગરાજસિંહ ઝાલા તથા કાનાભાઈ લુણા દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular