Tuesday, December 24, 2024
Homeરાજ્યહાલારકાલાવડના જૂગાર સંચાલકની પાસા હેઠળ ધરપકડ કરતું એલસીબી

કાલાવડના જૂગાર સંચાલકની પાસા હેઠળ ધરપકડ કરતું એલસીબી

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ આચરતા શખ્સો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી અંતર્ગત કાલાવડમાં રહેતાં જૂગાર ચલાવતા શખ્સ સામે પાસા હેઠળ એલસીબીની ટીમે ધરપકડ કરી અમદાવાદની સાબરમતિ જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે.

- Advertisement -

મળતી વિગત મુજબ, જામનગર શહેર અને જિલ્લામાંથી અસામાજિક પ્રવૃત્તિઓ આચરતા શખ્સો સામે પોલીસ વિભાગ દ્વારા કડક કાર્યવાહી અંતર્ગત કાલાવડના ભગવતી પરામાં રહેતાં મનિષ રમણિક સખિયા નામના જૂગાર ચલાવતા શખ્સ વિરૂધ્ધ પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ જે.વી. ચોધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.કે. કરમટા તથા સ્ટાફના શરદ પરમાર અને હિરેન વરણવા દ્વારા તૈયાર કરાયેલી પાસાની દરખાસ્ત કલેકટર બી એ શાહ દ્વારા મંજૂર કરવામાં આવતા એલસીબીની ટીમે મનિષ સખીયાની ધરપકડ કરી અમદાવાદની સાબરમતિ જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular