જામનગર નજીકના દરેડ ગામના ગોદડિયાવાસ પાસે આવેલ નદીમાં પ્રૌઢ ડુબી જતાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
બનાવની વિગત મુજબ, જામનગર નજીકના દરેડ ગામમાં રામાપીરના મંદિર પાછળ ગોદડિયાવાસ પાસે આવેલ નદીમાં તા.13 ના રોજ સવારના સમયે એક વૃદ્ધનો મૃતદેહ હોવાની જાણ થતા ફાયર વિભાગ તથા 108 ની ટીમ દોડી ગઈ હતી અને નદીમાંથી રમેશભાઈ ગુલાબભાઈ ગરોદરા (ઉ.વ.54) નામના પ્રૌઢને બહાર કાઢી સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર કરણભાઈ દ્વારા જાણ પોલીસને જાણ કરતા પંચકોષી બી ડીવીઝનના એએસઆઈ પી.બી. ગોજિયા સહિતના સ્ટાફ દ્વારા મૃતદેહને પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.