Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં ચાર જૂગાર દરોડામાં નવ મહિલા સહિત 26 શખ્સો ઝડપાયા

જામનગરમાં ચાર જૂગાર દરોડામાં નવ મહિલા સહિત 26 શખ્સો ઝડપાયા

- Advertisement -

જામનગરના ગોકુલનગર રડાર રોડ સતવારા સમાજની વાડી પાસેથી સીટી સી પોલીસે બે મહિલા સહિત કુલ છ શખ્સોને તીનપતિનો જૂગાર રમતા ઝડપી લઇ રૂા.16,810 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જામનગરમાં હનુમાન ટેકરી વિસ્તારમાંથી સીટી સી પોલીસે ત્રણ મહિલા સહિત છ શખ્સોને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઇ રૂા.13,810 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જામનગરમાં પંચવટી સોસાયટીમાંથી સીટી બી પોલીસે ચાર મહિલાઓને તીનપતિનો જૂગાર રમતા ઝડપી લઇ નોટિસ આપી હતી. જામનગરના સ્વામિનારાયણનગર શેરી નં.1 વિસ્તારમાંથી સીટી બી પોલીસે 10 શખ્સોને રૂા.5290 ના મુદ્દામાલ સાથે જૂગાર રમતા ઝડપી લીધા હતાં.

- Advertisement -

જૂગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો, જામનગર શહેરમાં ગોકુલનગર રડાર રોડ વિસ્તારમાં સતવારા સમાજની વાડી પાછળ નકુમવાળી શેરીમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે સીટી સી પોલીસે બે મહિલા તથા પ્રતિક દિનેશ વાઘેલા, મહેશ ખીમજી ચાવડા, શ્યામ શાંતિ ગાધેર, નિલેશ માધા મકવાણા સહિત કુલ છ શખ્સોને તીનપતિનો જૂગાર રમતા ઝડપી લઇ રૂા.16,810 ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

બીજો દરોડો, જામનગર શહેરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે સિટી સી પોલીસે રેઈડ દરમિયાન ત્રણ મહિલા તથા આમદ ઈસ્માઇલ નાઈ, અનિલ મનસુખ જોગડિયા તથા મોહિત રાજુ દેગામા સહિત છ શખ્સોને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઇ રૂા.13,810 ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

- Advertisement -

ત્રીજો દરોડો, જામનગર શહેરમાં પંચવટી સોસાયટીમાં અર્પિતા એપાર્ટમેન્ટ બહાર જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે સીટી બી પોલીસે ચાર મહિલાઓને રૂા.13,250 ની રોકડ રકમ સહિતના મુદ્દામાલ સાથે તીનપતિનો જૂગાર રમતા ઝડપી લીધી હતી અને ચારેય મહિલાઓને નોટિસ આપી હતી.

ચોથો દરોડો, જામનગર શહેરના સ્વામિનારાયણનગર શેરી નં.1 માં જાહેરમાં તીનપતિનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સીટી બી પોલીસે ઓનલાઈન ડેનિલ નામની એપ્લીકેશન લીંક મારફતે પૈસાની હારજીત કરી જૂગાર રમતા મહેન્દ્ર રાજેશ બથવાર, દિનેશ રોશિયા નિશાંત, દિપ ચૌહાણ, મસલન આંબલિયા, દિપક રાઠોડ, જયસુખ રાઠોડ, ધરમ ચૌહાણ, વિરલ રામાવા, તથા હાર્દિક સહિત કુલ 10 શખ્સોને રૂા.290 ની રોકડ રકમ તથા રૂા.5000 ની કિંમતના મોબાઇલ ફોન સહિત કુલ રૂા.5290 ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular