જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો ધ્રોલ ગામમાં આવેલા ખતરીના ચોરા પાસે જાહેરમાં જૂગાર રમતા કેયર ભવાન કાકાસણીયા, દિનેશ પ્રતાપસિંહ ગોહિલ, મહેશ રામજી ગડારા, રમેશ સામજી જીવાણી, નારણ ટપુ ગડારા, હેમરાજ શિવા ભાલોડિયા નામના છ શખ્સોને ધ્રોલ પોલીસે રેઈડ દરમિયાન રૂા.80,750 ની રોકડ રકમ અને રૂા.33,500 ની કિંમતના છ નંગ મોબાઇલ સહિત કુલ રૂા.1,14,250 ની કિંમતના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો, જામનગર શહેરના ધરારનગર 2 માં આવેલા ગોલ્ડન સીટી પાછળ જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતા સ્થળે સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે ગોરધન મોહન જોગીયાણી અને 13 મહિલા સહિત 14 શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.25,360 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.
ત્રીજો દરોડો, જામનગર શહેરના મોમાઈનગર વિસ્તારમાંથી તીનપતિનો જૂગાર રમતા કાના બાબુ ગોરડીયા, હિતેશ દયાલાલ ઠસા અને પાંચ મહિલા સહિત સાત શખ્સોને સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન રૂા.16350 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.
ચોથો દરોડો, જોડિયા તાલુકાના મેઘપર ગામની સીમમાંથી જૂગાર રમતા ચુનીલાલ કરશન ટાંક, અરવિંદ ભીખુ ટાંક, અમૃતલાલ નાનજી ટાંક, સંજય પ્રાગજી ટાંક, દિપક બેચર ગોહેલ, રામજી મગન રાઘવાણી અને દર્શન પ્રભુલાલ ફોલિયા નામના સાત શખ્સોને જોડિયા પોલીસે રેઈડ દરમિયાન રૂા.4970 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પાંચમો દરોડો, જામનગર તાલુકાના હાપા ગામમાં આવેલા ક્રિષ્ના પાર્ક વિસ્તારમાંથી જૂગાર રમતા ભીખુ મોહન સવાસડિયા, સુરેશ દામજી પરમાર, રાજેશ નારણ સવાસડિયા, વિશાલ સુરેશ મકવાણા, ચંદ્રેશ તુલસી મકવાણા નામના પાંચ શખ્સોને પંચ એ પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન રૂા.10040 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.