જામનગર શહેરમાં પટણીવાડ વિસ્તારમાં રહેતાં વેપારી યુવાનનો ભાણેજ અગાઉ મહાનગરપાલિકાની ચૂંટણીમાં અપક્ષમાં ઉમેદવારી કરી હતી. જેનો ખાર રાખી કોંગ્રેસના કોર્પોરેટરે યુવાનને ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના પટણીવાડ વિસ્તારમાં રહેતા મુખ્તાર અબ્બાસ કુરેશી નામના વેપારી યુવાનનો ભાણેજ મહાનગરપાલિકાની ગત ચૂંટણીમાં અપક્ષમાં ઉમેદવારી નોંધાવી હતી. જે બાબતનો ખાર રાખી સોમવારે સાંજના સમયે પટણીવાડ વિસ્તારમાં કોંગે્રસના કોર્પોરેટર અસલમ ખીલજીએ મુખ્તારને આંતરીને ઢીકાપાટુનો માર મારી જાહેરમાં અપશબ્દો બોલી પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલો અને ધમકીના બનાવમાં ભોગ બનનારના નિવેદનના આધારે પીએસઆઈ ડી એસ વાળા તથા સ્ટાફે કોર્પોરેટર વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.