ખંભાળિયા – પોરબંદર માર્ગ પર અત્રેથી આશરે 20 કિલોમીટર દૂર ભાડથર ગામના એક પેટ્રોલ પંપ પાસે કલ્યાણપુર તાલુકાના માલણપર ગામના વાડી વિસ્તારમાં રહેતા રાણાભાઈ દેવાણંદભાઈ ગમારા નામના 30 વર્ષના ગઢવી યુવાન સાથેના અગાઉના ઝઘડા બાબતનો ખાર રાખી, ખંભાળિયા તાલુકાના ભારા બેરાજા ગામના હમીર જેસા રૂડાચ, નરેશ જેસા રૂડાચ અને વિજય વેરસી રૂડાચ નામના ત્રણ શખ્સોએ લોખંડના પાઇપ, પાવડાના હાથા તથા લાકડી વડે બેફામ માર મારી, ફ્રેક્ચર સહિતની ઈજાઓ કર્યાની તથા બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે ભારા બેરાજા ગામના ત્રણેય શખ્સો સામે આઈપીસી કલમ 323, 325, 504, 506 (2) તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.