આ અંગેની વિગત મુજબ, કલ્યાણપુર તાલુકાના ચંદ્રાવાડા ગામે રહેતા દુલાભાઈ પરબતભાઈ કેશવાલા નામના 35 વર્ષના મેર યુવાન રવિવારે સવારના સમયે પોતાની વાડીએ પાણીની મોટર ચાલુ કરવા જતા આ સમયે તેમને જોરદાર વીજ કરંટ લાગતા તેમને મૂર્છિત હાલતમાં સારવાર અર્થે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. આ બનાવની જાણ સવદાસભાઈ કેશવભાઈ કેશવાલા (ઉ.વ. 50) એ કલ્યાણપુર પોલીસને કરી છે.