Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લામાં 11 દરોડામાં 73 શખ્સો જૂગાર રમતા ઝડપાયા

જામનગર જિલ્લામાં 11 દરોડામાં 73 શખ્સો જૂગાર રમતા ઝડપાયા

- Advertisement -

જૂગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો, જામનગર તાલુકાના દરેડ ગામમાંથી તીનપતિનો જૂગાર રમતા રામદાસ ઉત્તમ પ્રજાપતિ, નિખીલ ગૌરીશંકર કરેલા, કમલેશ મુલચંદ પટેલ, કાશીરામ મુલચંદ પટેલ, હરવંશ ઈશ્ર્વરલાલ પટેલ અને વિજય અનચંદભાઇ બિંદે નામના સાત શખ્સોને પંચ બી પોલીસ સ્ટાફે રેઇડ દરમિયાન રૂા.23,290 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

- Advertisement -

બીજો દરોડો, જામનગર શહેરમાં મોહનનગર આવાસ પાછળની રાજમોતી સોસાયટીમાંથી તીનપતિનો જૂગાર રમતા ગોપાલ માણેકલાલ કણઝારીયા, ગણેશ સામજી નકુમ, લાલજી જગજીવન પરમાર અને હિતેન હરખચંદ ઝાખરીયા નામના ચાર શખ્સોને સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રૂા.11,600 ની રોકડ રકમ અને રૂા.80,000 ની કિંમતના બે બાઈક તથા રૂા.11,000 ની કિંમતના ચાર નંગ મોબાઇલ સહિત કુલ રૂા.1,02,600 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.

ત્રીજો દરોડો, જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં આવેલી દયાનંદ સોસાયટીમાંથી જૂગાર રમતા શૈલેષ કુંવરજી પરમાર, દેવેન્દ્ર કિશોર પરમાર, અલ્પેશ જાદવજી પરમાર, જીજ્ઞેશ કાંતિ કણઝારીયા, વિનોદ છગન પરમાર અને આશિષ તુલસી પરમાર નામના છ શખ્સોને સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન રૂા.13,110 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

- Advertisement -

ચોથો દરોડો, જામનગર તાલુકાના કનસુમરા ગામના પાટીયા નજીકથી જૂગાર રમતા બલરામ પ્રકાશ જાટવ, સરૂ ખુશીરામ જાટવ, પંકજ રામખીલોના જાટવ, પ્રદિપ રાજેન્દ્રસીંઘ જાટવ, ધનીરામ કેવલસિંહ કુશ્વાહ, નરેન્દ્ર રાજકુમાર બરેઠા નામના છ શખ્સોને પંચ બી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન રૂા.12,680 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

પાંચમો દરોડો, જામનગર તાલુકાના દરેડ ગામમાંથી જૂગાર રમતા રામલખન બલદેવ રાય, લખનલાલ દુર્ગાપ્રસાદ વર્મા, જય રાજા રામ, દિનેશસિંહ પ્રદિપસિંહ રાજપૂત નામના પાંચ શખ્સોને રૂા.10,560 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

- Advertisement -

છઠો દરોડો, લાલપુર તાલુકાના મોટા ખડબા ગામમાંથી જૂગાર રમતા મનુભા જેસંગજી દેદા, બળવંતસિંહ અલીયાજી જાડેજા, ભરતસિંહ નવલસિંહ રાઠોડ, રમણિક મોહન તરાવીયા, પરષોતમ રામ દોંગા, રમણિક પ્રેમજી ડાંગરીયા, રમેશ મુળજી રૂપાપરા, પ્રમોદપરી રાજપરી ગોસ્વામી, બાબુ મહંત તરાવીયા નામના નવ શખ્સોને લાલપુર પોલીસે રૂા.13,470 ની રોકડ રકમ અને રૂા.12,000 ની કિંમતના આઠ નંગ મોબાઇલ મળી કુલ રૂા.25470 ના મુદામાલ સાથે ઝડપી લીધા હતાં.

સાતમો દરોડો, જામનગર તાલુકાના મોરકંડાધારમાંથી તિનપતિ રમતા ગોપાલ માધા લીલાપરા, રોહિત ખીમસુર સરવૈયા, સુખદેવ મનજી લીલાપરા, શંકર જગદીશ દેગામા, મહેશ વેરશી માંડવીયા, અનિલ જગદીશ દેગામા નામના છ શખ્સોને રૂા.11,420 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

આઠમો દરોડો, જામનગર તાલુકાના ચાંપા બેરાજા ગામમાંથી તીનપતિનો જૂગાર રમતા જીતેન્દ્રસિંહ ઉર્ફે રવિરાજસિંહ દોલુભા જાડેજા, મહાવીરસિંહ જશુભા જાડેજા, દિલીપસિંહ જશુભા જાડેજા, મધુભા જોરુભા જાડેજા, દિનેશસિંહ મનુભા જાડેજા, ગંભીરસિંહ તેજુભા ચૌહાણ અને નરેશ મેઘજી કંટારીયા નામના સાત શખ્સોને પોલીસે રૂા.18590 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં.

નવમો દરોડો, જામનગર શહેરના આશાપુરા મંદિર નજીકના વિસ્તારમાંથી જૂગાર રમતા મયુર સુભાષ મોડ, મનોજ રાજેશ ચૌહાણ, પ્રતિશ સુરેશ જેઠવા, જયેશ લાલજી ચૌહાણ, દિપક વજુ જેઠવા, રાકેશ નવીન મોડ, જયદીપ સુુભાષ કુબેર, સુભાષ બાબુ કુબેર, રમેશ કેશવ વાઘેલા, વિનોદ સુરાજી ચાવડા અને ત્રણ મહિલા સહિત 13 શખ્સોને સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમિયાન રૂા.17,700 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

દશમો દરોડો, જામનગર શહેરના રામેશ્ર્વરનગર માટેલ ચોકમાંથી તીનપતિનો જૂગાર રમતા જયદીપ રવચંદ વાઘેલા, જયેશ રમેશ રાઠોડ અને છ મહિલા સહિત આઠ શખ્સોને સિટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન રૂા.16,600 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

અગિયારમો દરોડો, લાલપુર તાલુકાના રીંઝપર ગામમાંથી જૂગાર રમતા મહેશ કાના રાઠોડ, વશરામ કાના ખરા, રામદે કાના ગોજિયા નામના ત્રણ શખ્સોને લાલપુર પોલીસે 2920 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular