જામનગર વન વિભાગના જામજોધપુર રેંજ હેઠળ આવતા નંદાણા ગામમાં વન વિભાગની ટીમ દ્વારા દિપડાને પાંજરે પુરાયો છે. આ દિપડો છેલ્લાં એક મહિનાથી વધારે સમયથી આજુબાજુના ગામમાં દેખાતો હતો. આજ દિવસ સુધી આ દિપડાએ જાનમાલનું નુકસાન કરેલ ન હતું. પરંતુ રાત્રિના સમયે ખેડુતો વાડીએ જતા આવતા અને પાકમાં પાણી પીવડાવવા માટે ખૂબ જ ડરતા હતાં. વન વિભાગ દ્વારા સતત એક મહિનાથી જ્યાં જ્યાં દિપડાના સગડ દેખાતા હતાં એ જગ્યાએ પાંજરુ મુકતા પરંતુ દિપડો બહુ ચાલાક હતો વારંવાર પોતાની જગ્યા બદલાવતો હતો. પરંતુ ગત તા.9 ના રાત્રીના નંદાણા ગામની સીમમાં દિપડો હોવાના સમાચાર મળેલ વન વિભાગની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી પાંજરુ ગોઠવી અને મારણ મુકતા દિપડો રાત્રે મારણ એટલે કે ખોરાકની શોધમાં ત્યાં આવી ચડેલ અને પાંજરામાં સપડાઈ ગયેલ છે એટલે કે લાંબા સમય સુધી વારંવાર દિપડો આપતો હતો તે આખરે વન વિભાગના પાંજરામાં સપડાઈ ગયેલ છે. આજુબાજુના ધ્રાફા શેઠવડાળા બમથિયા નંદાણા ભૂપત આંબરડી જામ આંબેડી વગેરે ઘણાં બધા ગામડાઓમાં ખેડૂતને અને સામાન્ય લોકોને રાહતની લાગણી થઈ છે. આ સમગ્ર કાર્યવાહી જામનગર વન વિભાગના નાયબ વન સંરક્ષક મદદનીશ વન સંરક્ષક, રેંજ ફોેરેસ્ટ ઓફિસર જામજોધપુરની સુચના દેખરેખ નીચે સમગ્ર કાર્યવાહી પાર પાડેલ. આ કામગીરીમાં સડોદર રાઉન્ડના રાઉન્ડ ફોરેસ્ટ વી એચ રાઠોડ તેમજ ફોરેસ્ટ ગાર્ડ સબીરભાઈ સમા અને રોજમદારો જોડાયેલા હતાં.