જામનગર શહેરમાં મહાપ્રભુજીની બેઠક પાસેના વિસ્તારમાં સતવારા મહિલાના મહિલાના ઘરમાંથી અજાણ્યા તસ્કરોએ ત્રાટકીને સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂા.68,200 ની માલમતા ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં મહાપ્રભુજીની બેઠક પાસે સૂર્યમુખી હનુમાનજીના મંદિરની સામેના વિસ્તારમાં રહેતા અને બાંધણી કામ કરતા સવિતાબેન અમૃતલાલ ખાણધર નામના મહિલાનું મકાન ગત તા.21 ના રોજ બપોરના 1 વાગ્યાથી સાંજના 6:30 વાગ્યા સુધી બંધ રહ્યું તે દરમિયાન અજાણ્યા તસ્કરોએ મકાનના દરવાજા તોડી રૂમમાં પ્રવેશ કરી અભેરાઈ ઉપર રાખેલા પ્લાસ્ટિકની પેટીમાંથી રૂા.3000 ની કિંમતની ચાંદીની બે બંગડી, રૂા.700 ની ચાંદીની લકકી, રૂા.1000 ની કિંમતની ચાંદીના મોરવાળો ચેઈન અને રૂા.5000 ની કિંમતના સોનાના બુટીયા તથા મહિલાના દિયર જેન્તીભાઈનો રૂમ ચાવી વડે ખોલી તથા સાસુ લક્ષ્મીબેનનો રૂમ ખોલી તેમાં રહેલા કબાટમાંથી રૂા.7000 ની કિંમતના બે જોડી ચાંદીના સાંકળા, રૂા.9000 ની કિંમતના બે કંદોરા, રૂા.2000 ની સોનાની બે નથળી તથા રૂા.40000 ની રોકડ રકમ મળી કુલ રૂા.28,200 ની કિંમતના સોના-ચાંદીના દાગીના સહિત કુલ રૂા.68,200 ની માલમતા ચોરી કરી ગયાના બનાવમાં પીએસઆઇ વી.આર. ગામેતી તથા સ્ટાફે તપાસ આરંભી હતી.