Sunday, December 22, 2024
Homeરાજ્યહાલારધ્રોલની યુવતી દ્વારા તલાક અંગે પતિ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ

ધ્રોલની યુવતી દ્વારા તલાક અંગે પતિ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ

તલ્લાક-તલ્લાક-તલ્લાક : ધ્રોલની યુવતીએ પતિ વિરૂધ્ધ નોંધાવી ફરિયાદ : પોલીસ દ્વારા તપાસ

- Advertisement -

ધ્રોલ ગામમાં રઝવી સોસાયટીમાં રહેતી યુવતીના લગ્ન જૂનાગઢમાં થયા હતાં અને આ લગ્નજીવન દરમિયાન યુવતીના પતિએ પત્નીને તલ્લાક આપતા પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, ધ્રોલ ગામમાં આવેલી રઝવી સોસાયટીમાં રહેતી હિનાબેન યુસુફભાઈ પોપટપુત્રા નામની યુવતીના લગ્ન જૂનાગઢમાં જાલપા રોડ પર રહેતા ફુદુશ મામદ ખાણીયા સાથે થયા હતાં. લગ્નજીવન દરમિયાન યુવતીના પતિએ યુવતીને ત્રણ તલ્લાક લેખિતમાં ઘોષણા કરી આપી દીધા હતાં. જેથી યુવતીએ ત્રણ તલાક અંગે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં તેના પતિ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે હેકો સી.જે. જાડેજા તથા સ્ટાફે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular