દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખાણ ખનીજ વિભાગમાં ચેકપોસ્ટ ખાતે ફરજ બજાવતા મૂળ અમરેલી જિલ્લાના વતની અને હાલ કલ્યાણપુર તાલુકાના ગાંધવી ગામે રહેતા સ્મિતભાઈ પ્રકાશભાઈ બાંભરોલીયા નામના 23 વર્ષના સરકારી કર્મચારી તેમની સાથે અન્ય એક આસામી આવળાભાઈને સાથે લઈ અને કલ્યાણપુર તાલુકાના ભોગાત વિસ્તારમાં મોડી રાત્રિના સમયે પોતાની ફરજ બચાવી રહ્યા હતા. ત્યારે એક હોટલ પાસેના દરિયાકાંઠા તરફ જતા રસ્તે પ્રકાશ ચાવડા, યોગેશ ચાવડા, મેરુ ચાવડા, સલીમ મલેક અને બોઘા આહીર ઠાકર હોટલ વાળા નામના પાંચ શખ્સોએ ગેરકાયદેસર રીતે મંડળી રચી, પોતાનો સમાન ઇરાદો પાડવાના ઇરાદાથી સરકારી કર્મચારી સ્મિતભાઈને બિભત્સ ગાળો કાઢી, હુમલો કરી અને તેમની ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
આ સમગ્ર પ્રકરણ અંગે કલ્યાણપુર પોલીસે પાંચેય શખ્સો સામે આઈપીસી કલમ 323, 353, 143, 147, 149, 186 તથા 504 મુજબ ગુનો નોંધી, અહીંના એ.એસ.પી. ના માર્ગદર્શન હેઠળ વધુ તપાસ કલ્યાણપુરના પી.એસ.આઈ. યુ.બી. અખેડ દ્વારા હાથ ધરવામાં આવી છે.