Wednesday, January 15, 2025
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લામાં 19 જૂગાર દરોડામાં 9 મહિલા સહિત 89 ખેલંદાઓ ઝડપાયા

જામનગર જિલ્લામાં 19 જૂગાર દરોડામાં 9 મહિલા સહિત 89 ખેલંદાઓ ઝડપાયા

- Advertisement -

જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર તાલુકાના દડિયા ગામમાં લાઈટના અંજવાળે તીનપતિનો જૂગાર રમાતા સ્થળેથી પંચ બી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન જયેશ સોમા ધાવતર, સંદિપ અમૃતલાલ નંદા, સવજી કાનજી ધાવતર, મિલન ધનસુખ ચાંદ્રા, વજશી દેસુર ચાવડા, રમેશ ધના ધ્રાંગિયા નામના છ શખ્સોને રેઈડ દરમિયાન પોલીસે રૂા.70,580 ની રોકડ રકમ અને રૂા.60,000 ની કિંમતની ત્રણ બાઈક મળી કુલ રૂા.1,30,580 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

બીજો દરોડો, જામજોધુપર નજીક આવેલા તળાવની પાસે ડુંગરની આડસમાં જુગાર રમતા સ્થળે સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન વીરા ભાયા કટારા, મેહુર બિજલ કટારા, મેરા કલા કરોતરા, રૈયા ગોગન વાઢેર, નગા દેવરાજ કરોતરા, રાકેશ ભુપત કરોતરા, બાલા બટુક કરોતરા અને જીવણ કોળી સહિતના 8 શખ્સોને રૂા.2450 ની રોકડ રકમ અને રૂા.16000 ની કિંમતના ત્રણ મોબાઇલ તથા રૂા.1,20,000 ની કિંમતના પાંચ બાઈક સહિત કુલ રૂા.1,38,450 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ વીરા કટારાને ઝડપી લીધો હતો. જ્યારે અન્ય સાત શખ્સો નાશી ગયા હતાં.

ત્રીજો દરોડો, જામનગર શહેરમાં પંચવટી ગૌશાળા પાસે આવેલા નવકાર એપાર્ટમેન્ટમાં ત્રીજે માળે લોબીમાં તીનપતિનો જૂગાર રમતા હાર્દિક કિશોર ચંદ્રપાલ, રવિકુમાર મહેન્દ્ર રાઠોડ, ઈરફાન ઈકબાલ મુખીડા, સોહિલ બર્કતાલી મુખીડા, પ્રકાશ જેન્તી વાઘેલા, વીનીતપુરી રમેશપુરી ગોસ્વામી નામના છ શખ્સોને સિટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે રૂા.26,100 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

- Advertisement -

ચોથો દરોડો, ધ્રોલ તાલુકાના મોટા ઈટાળા ગામની સીમમાં તીનપતિનો જૂગાર રમતા રઘુવીરસિંહ ઉર્ફે જનકસિંહ કિરીટસિંહ જાડેજા, શકિતસિંહ ઉર્ફે પિન્ટુભાઈ લખધીરસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ ઉર્ફે મુકેશસિંહ વખતસિંહ જાડેજા, ભૂપતસિંહ પરબતસિંહ જાડેજા, કાનભા ઉર્ફે કાનો અર્જુનસિંહ જાડેજા અને કૃષ્ણસિંહ તખતસિંહ જાડેજા સહિતના છ શખ્સોને ધ્રોલ પોલીસે રૂા.22,280 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ નાશી ગયેલા યશપાલસિંહ મહાવીરસિંહ જાડેજા સહિતના સાત શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

પાંચમોે દરોડો, જોડિયા તાલુકાના કુન્નડ ગામના ખરાબાના વિસ્તારમાંથી તીનપતિનો જૂગાર રમતા જેન્તી કરમશી નકુમ, બચુભાઈ ગાંડુભાઈ વકાતર, નારણભાઈ ભીખાભાઈ વકાતર, શૈલેષ તરશી કણજારિયા, પરેશ બચુ નકુમ, હિતેશ હરજી નકુમ અને છગન તરશી નકુમ નામના સાત શખ્સોને જોડિયા પોલીસે રૂા.18,870 ની રોકડ રકમ અને બે ટોર્સ સાથે ઝડપી લીધા હતાં.

- Advertisement -

છઠો દરોડો, જામનગર તાલુકાના દરેડ ગામમાં બંસી સોસાયટી ચોકમાંથી જૂગાર રમતા ધીરજ ઉર્ફે ધીરુ રૂપા પરમાર, જગદીશ ઉર્ફે જીગો જેઠા ગોહિલ, પ્રવિણ રાજા મકવાણા, હસમુખ ઉર્ફે અશોક વિરજી હિંગડા, રોહિત દિનેશ ચૌહાણ, ગુલાબ ભીખા મહિડા સહિતના છ શખ્સોને પંચ બી પોલીસ સ્ટાફે રૂા.16,620 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

સાતમો દરોડો, જામનગર શહેરમાં કડિયાવાડ પોપટગાઢની શેરીમાંથી તીનપતિનો જૂગાર રમતા નરેન્દ્ર રવજી સોલંકી, આકાશ હરીશ વસાણી અને ચાર મહિલા સહિત છ શખ્સોને રૂા.10,100 ની રોકડ રકમ અને ગંજીપના સાથે સિટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે ઝડપી લીધા હતાં.

આઠમો દરોડો, જામજોધપુર ગામમાં ભગવતીપરામાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા હિતેશ નરશી ભરડવા, ઈકબાલ ઈશા રાવકરડા, રણછોડ બાબુ પરમાર, મનિષ ડાયા વકાતર, મનોજ રાજા મકવાણા, પ્રવિણ ગીરધર કાલરીયા નામના છ શખ્સોને જામજોધપુર પોલીસે રૂા.14,790 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

નવમો દરોડો, જામજોધપુર ગામમાં ધ્રાફા ફાટક પાસે જાહેરમાં જૂગાર રમતા દિપક કરશન કદાવલા, ભાવેશ લખુ બરાઇ, રોનક ભરત રાઠોડ, હિરેન મુકેશ બગથરીયા, રજનીકાંત ધીરુ કુડેચા, ભુમિત કીરીટ બગથરીયા સહિતના છ શખ્સોને સ્થાનિક પોલીસે રૂા.10,300 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

દશમો દરોડ, ધ્રોલ તાલુકાના ખાખરા ગામની સીમમાંથી તીનપતિનો જૂગાર રમતા જીતેન્દ્રસિંહ ઉર્ફે જીતો ડાંગરા ઈન્દુભા જાડેજા, ભાવુભા મહાવીરસિંહ જાડેજા, યશપાલસિંહ અજીતસિંહ જાડેજા સહિતના ત્રણ શખ્સોને રૂા.11,780 ની રોકડ રકમ અને ગંજી5ના સાથે ઝડપી લઈ નાશી ગયેલા ધર્મેન્દ્રસિંહ જુવાનસિંહ જાડેજા, મફતસિંહ ઉર્ફે મફો બળુભા જાડેજા, માલદેવસિંહ ઉર્ફે ટીન્શો બટુકસિંહ જાડેજા સહિતના છ શખ્સો સામે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

અગિયારમો દરોડો, જામનગર શહેરના દિગ્વીજય પ્લોટ 51 વિસ્તારમાં ભંગારના વાડા પાસે જૂગાર રમતા સુરેશ ડાયા ભદ્રા, હિતેશ રમેશ કાપડીયા, ભાવેશ ઉર્ફે ખોંગલો મુળજી માવાણી, હિરેન ઉર્ફે કાનો અરવિન જોશી અને પાંચ મહિલા સહિત નવ શખ્સોને રૂા.11,390 ની રોકડ રકમ સાથે સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બારમો દરોડો, જામનગર તાલુકાના દરેડ ગામમાં મુરલીધર સોસાયટીમાં જૂગાર રમતા અલી યુનુસ ખફી, ભરત અરજણ મકવાણા, અક્ષય મનસુખ કંટારીયા, ધર્મેશ મુળુ સીંગરખીયા, પ્રતાપ વેજા ચાંડપા, મનોજ અશોક અશોક કંટારીય, અજય મેઘરાજસિંહ બધેલ નામના સાત શખ્સોને પંચકોશી બી ડીવીઝન પોલીસ સ્ટાફે રૂા.10,460 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

તેરમો દરોડો, લાલપુર તાલુકાના ચોરબેડી ગામમાંથી જૂગાર રમતા મહેશ રણછોડ પરમાર, સીદીક હુશેન સમા, સીદીક ઈબ્રાહિમ રાવકરડા, મોહન દેવા ગોહિલ, ડાડુ હરદાસ વસરા, પરબત કેશુ વસરા નામના છ શખ્સોને રૂા.6,380 ની રોકડ રકમ સાથે લાલપુર પોલીસે ઝડપી લીધા હતાં.

ચૌદમો દરોડો, કાલાવડ તાલુકાના ભાવાભી ખીજડિયા ગામમાંથી જુગાર રમતા દિપાલસિંહ ઉર્ફે ભયલુભા પ્રવિણસિંહ જાડેજા, અશ્ર્વિન સામજી લાલકીયા નામના બે શખ્સોને રૂા.4,200 ની રોકડ રકમ સાથે ઝડપી લઇ નાશી ગયેલા પરષોતમ કુરજી લુણાગરીયા, જુનેશ હુશેન ઈસાણી, જેન્તી જાદવ બાટીયા નામના પાંચ શખ્સો વિરૂધ્ધ કાલાવડ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

પંદરમો દરોડો, જામનગર શહેરમાં મહેશ્ર્વરીનગરમાંથી જૂગાર રમતા નિશાલ ઉર્ફે વિશાલ માલશી વઘોરા, જયેશ ઉર્ફે લીલી ડાયા મકવાણા, નીતિન દેવા ડગરા, નીતિન દેવશી પરમાર નામના ચાર શખ્સોને સિટી બી ડીવીઝન પોલીસે રેઈડ દરમિયાન રૂા.18,400 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

સોળમો દરોડો, જામનગર શહેરના બુરહાની પાર્ક અલસફા સોસાયટીમાંથી તીનપતિનો જૂગાર રમતા ચાર મહિલાઓને રૂા.11,520 ની રોકડ રકમ સાથે સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

સતમો દરોડો, કાલાવડ તાલુકાના બાવાખાખરીયા ગામમાંથી જૂગાર રમતા જીવા વશરામ સોલંકી, હસમુખ કિશોર સોલંકી, મહેશ જીવા સોલંકી, અનિલ બધા સોલંકી, કિશોર વશરામ સોલંકી, અમિત દેવજી સોલંકી સહિતના છ શખ્સોને કાલાવડ પોલીસે રૂા.10,060 ની રોકડ રકમ અને રૂા.10,500 ની કિંમતના ત્રણ મોબાઇલ મળી કુલ રૂા.20,560 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.

અઢારમો દરોડો, જામનગર જિલ્લાના મોટી ખાવડી ગામમાંથી સીક્કા ઉછાળી કાટછાપનો જૂગાર રમતા સતિષ ખીમા રાઠોડ, અલકેશ સંકેત પરમાર, ગજેન્દ્ર પરષોતમ પરમાર નામના ત્રણ શખ્સોને મેઘપર પોલીસે રૂા.6011 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં.

ઓગણીસમો દરોડો, જોડિયા તાલુકાના આણંદા ગામમાંથી જૂગાર રમતા સાગર ભીખા પરમાર, નરેશ મનજી મકવાણા, રતિલાલ શિવા પરમાર, વિજય કુંજા મકવાણા, દેવશી દેવા ઝાપડા નામના પાંચ શખ્સોને જોડિયા પોલીસે રૂા.2060 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular