દેવભૂમિ દ્વારકા જિલ્લા એલ.સી.બી. પોલીસે ગત સાંજે ભાટીયા ગામની સીમમાં ચોક્કસ બાતમીના આધારે જુગાર દરોડો પાડી, ભાટીયા ગામના કરસન જેઠા નંદાણીયા નામના શખ્સ દ્વારા પોતાની ઓરડીમાં જુગારીઓને જુગાર રમવા માટે જરૂરી સગવડ પુરી પાડી, તેના બદલામાં નાલ ઉઘરાવી ચલાવતા જુગારના અખાડામાંથી પોલીસે દેશુર અરજણ ચાવડા, સામત ખીમા ચાવડા, વિમલ મથુરાદાસ સામાણી, સુરેશ શામળદાસ કાપડી, બોઘા લખુ ચાવડા અને ગોપાલ નથુ પરમાર નામના છ શખ્સોને જુગાર રમતા ઝડપી લીધા હતા. પકડાયેલા આ જુગારીઓ પાસેથી પોલીસે રૂપિયા 38,720 રોકડા તથા રૂપિયા 20,500 ની કિંમતના પાંચ નંગ મોબાઈલ ફોન તેમજ રૂપિયા એક લાખની કિંમતના ચાર મોટરસાયકલ મળી કુલ રૂપિયા 1,59,200 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ દરોડા દરમ્યાન ઓરડીનો માલિક કરસન જેઠા નંદાણીયા તેમજ રવિ મેરગ ચાવડા અને હમીર સામત ચાવડા નામના ત્રણ શખ્સો ફરાર થઈ ગયા હોવાનું જાહેર થયું છે. જે અંગે કલ્યાણપુર પોલીસે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.
દ્વારકાના ગોપાલ ગરેડો વિસ્તારમાંથી પોલીસે કમલેશ ભોલા ડાંગરિયા, સુનિલ રમેશ બામરોલીયા અને અર્જુન નરેશ કોરડીયા નામના ત્રણ શખ્સોને રૂપિયા 1,620 ના મુદ્દામાલ સાથે જ્યારે સલાયા નજીકના સોડસલા ગામેથી ગતરાત્રે ડાયા રણમલ પરમાર અને ખેંગાર બુધા મકવાણા નામના બે શખ્સોને પોલીસે જુગાર રમતા મુદ્દામાલ સાથે ઝડપી લઇ, જરૂરી કાર્યવાહી કરી હતી.