Tuesday, December 24, 2024
Homeરાષ્ટ્રીયચંદ્ર પર ભૂકંપ, વિક્રમ લેન્ડરે રેકોર્ડ કરી હલચલ

ચંદ્ર પર ભૂકંપ, વિક્રમ લેન્ડરે રેકોર્ડ કરી હલચલ

- Advertisement -

ઇસરોના ચંદ્રયાન-3 મિશન હેઠળ ચંદ્ર પર પહોંચેલું વિક્રમ લેન્ડર સતત નવી શોધ કરી રહ્યું છે. ચંદ્રની સપાટી પર નવા પ્રયોગો કરી રહેલા વિક્રમ લેન્ડરે હવે ચંદ્ર પર કુદરતી કંપન અથવા હલચલની પ્રવૃત્તિ રેકોર્ડ કરી છે. ગઈકાલે સોશ્યલ મીડિયા પર માહિતી શેર કરતા ઈંજછઘએ જણાવ્યું કે વિક્રમ લેન્ડર પર એવા ઈન્સ્ટ્રુમેન્ટ્સ ઈન્સ્ટોલ કરવામાં આવ્યા છે, જે ચંદ્રની સપાટી પર થનાર કંપનની ગતિવિધિ રેકોર્ડ કરવામાં સક્ષમ છે. આ સાધનોએ ગઈકાલે ચંદ્રની સપાટી પર ધરતીકંપની ગતિવિધિ શોધી કાઢી છે. આ સાધનો પ્રજ્ઞાન રોવર અને અન્ય પેલોડ્સની હલચલને રેકોર્ડ કરવામાં સક્ષમ છે.

- Advertisement -

ઇસરોએ તેની સોશ્યલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, ’ચંદ્ર પર સિસ્મિક એક્ટિવિટી શોધવા માટે મોકલવામાં આવેલું પહેલું માઇક્રો ઇલેક્ટ્રો મિકેનિકલ સિસ્ટમ આધારિત ઉપકરણ ઇન્સ્ટ્રુમેન્ટ ફોર ધ લુનર સિસ્મિક એક્ટિવિટી પેલોડે ચંદ્રની સપાટી પર રોવર અને અન્ય પેલોડમાં કંપનો રેકોર્ડ કર્યા છે. ઉપકરણે 26 ઓગસ્ટના રોજ આ ઘટના રેકોર્ડ કરી હતી, જે કુદરતી હોવાનું જણાય છે. જો કે ઇસરોએ એમ પણ કહ્યું કે ઘટનાના સ્ત્રોતની તપાસ કરવામાં આવી રહી છે. ઇસરોનો ઉદ્દેશ્ય કુદરતી ધરતીકંપ, તેની અસરો અને કૃત્રિમ ઘટનાઓને કારણે સપાટીના કંપનને માપવાનો છે. ઇસરોએ આ પહેલા ચંદ્રના દક્ષિણ ધ્રુવ ક્ષેત્ર પર પ્લાઝ્મા કણોની તપાસ અંગે માહિતી આપી હતી. ત્યારબાદ સ્પેસ એજન્સીએ જણાવ્યું હતું કે વિક્રમ લેન્ડર પર એક અન્ય ઉપકરણ રેડિયો એનાટોમી ઓફ મૂન બાઉન્ડ હાઇપરસેન્સિટિવ આયોનોસ્ફિયર અને એટમોસ્ફિયર પણ હાજર છે, જેણે ચંદ્રના દક્ષિણી ક્ષેત્રની સપાટી પર પ્લાઝ્મા કણોની તપાસ કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular