Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાતદ્વારકા જિલ્લામાં સાત સ્થળોએ જુગાર દરોડામાં 25 ખેલંદા ઝડપાયા

દ્વારકા જિલ્લામાં સાત સ્થળોએ જુગાર દરોડામાં 25 ખેલંદા ઝડપાયા

- Advertisement -

દ્વારકાના રાણેશ્વર ફાટક વિસ્તારમાં ગતરાત્રે સ્થાનિક પી.એસ.આઈ. આકાશ બારસીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલી જુગાર અંગેની કાર્યવાહીમાં કાનજી દેવદાન માતકા, સાજણ વરજાંગ મુન, સામત બોઘા ગઢવી, જોધા માણસુર મુન અને મનસુખ ગોરધન સોનગરા નામના પાંચ શખ્સોને પોલીસે ઝડપી લઇ, રૂપિયા 26,800 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

- Advertisement -

અન્ય એક દરોડામાં નરસંગ ટેકરી વિસ્તારમાંથી પોલીસે ચલણી નોટોના નંબર ઉપર એકી-બેકીનો જુગાર રમતા કાયાભા દેવાભા સુમણીયા અને રમેશ મેઘજી તાવડી નામના બે શખ્સોને રૂપિયા 11,400 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
કલ્યાણપુરથી આશરે 40 કિલોમીટર દૂર ગોકુલપર ગામે રાત્રિના આશરે પોણા બે વાગ્યાના સમય સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા વલ્લભ મનજી નકુમ, રાજુ કેશુર ગોજીયા, મનસુખ વેલા નકુમ અને નથુ લાધા પરમાર નામના ચાર શખ્સો રૂપિયા 16,500 ના મુદ્દામાલ સાથે જ્યારે આ જ વિસ્તારમાં રાત્રીના સાડા ત્રણેક વાગ્યાના સમયે જાહેરમાં જુગાર રમતા પરબત છગન નકુમ, કિશોર વીરજી નકુમ અને દેવશી વેલા પરમાર નામના ત્રણ શખ્સો રૂપિયા 5,200 ના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા હતા. કલ્યાણપુર તાલુકાના ગુરગઢ ગામે રાત્રિના પોણા બે વાગ્યે પોલીસે જુગાર દરોડો પાડી, ચના વાલા મકવાણા, દુદા નાથા રાઠોડ અને રામ વીરા રાઠોડને રૂ. 4,400 ના મુદ્દામાલ સાથે જ્યારે આ જ વિસ્તારમાં અન્ય એક દરોડામાં વીરા મેઘા મકવાણા, રહીમ હોથી થૈયમ અને લતીફ સુલેમાન સંઘારને પોલીસે રૂપિયા 4,600 ના મુદ્દામાલ સાથે જુગાર રમતા ઝડપી લીધા હતા.

ખંભાળિયા તાલુકાના દખણાદા બારા ગામે રાત્રિના એક વાગ્યે સલાયા મરીન પોલીસે જુગાર અંગેની કાર્યવાહી કરી, લખુભા ટપુભા જાડેજા, અનોપસિંહ પ્રતાપસિંહ સોઢા, ચંદુભા જીજીભા જાડેજા, બળદેવસિંહ રવુભા જાડેજા, કિરીટસિંહ કરણસિંહ સોઢા અને વિપુલ મનસુખ સોલંકી નામના છ શખ્સોને રૂપિયા 6,080 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular