Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં નવજાત શીશુને તરછોડવાની વધુ એક ઘટનાથી અરેરાટી

જામનગર શહેરમાં નવજાત શીશુને તરછોડવાની વધુ એક ઘટનાથી અરેરાટી

- Advertisement -

જામનગર શહેરમાં છેલ્લાં બે-ત્રણ માસથી નવજાત શિશુને તરછોડી દેવાની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી ગઇ છે. યુવતીઓ બાળકને જન્મ આપી તરછોડી દીયે છે. જેમાં જામનગર શહેરમાં શરૂ સેકશન રોડ પર આવેલી હોટલ નજીકના કોમનપ્લોટના ઝાળીઝાખરામાંથી નવજાત શીશુ મળી આવતા 108 ની ટીમ દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું.
વિશ્ર્વભરમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ સતત વધતો જાય છે અને આ મીડિયાના ઉપયોગના ફાયદાની સામે અનેક ગેરફાયદા પણ છે જેમાં આ મીડિયાના માધ્યમથી યુવક-યુવતીઓ પરિચયમાં આવ્યા બાદ સંબંધો વિકસિત થાય છે અને ત્યારબાદ સમય જતાં આવા સંબંધોનું ટૂંકાગાળામાં જ બાળમરણ થઈ જતું હોય છે. હાલના સમયમાં યુવક-યુવતી વચ્ચે વધી રહેલા અફેરોના કારણે નવજાત શીશુઓને તરછોડી દેવાની ઘટનાઓ વધી ગઈ છે. જેમાં જામનગર શહેરની જ વાત કરીએ તો છેલ્લાં બે-ત્રણ મહિના સમય દરમિયાન આવી ઘટનાઓ સતત બનતી જાય છે. આવી જ એક ઘટનાની વિગત મુજબ, શુક્રવારે સાંજના સમયે શરૂ સેકશન રોડ પર આવેલી મીલન હોટલના કોમન પ્લોટના ઝાળીઝાખરામાંથી નવજાત શીશુ મળી આવ્યું હતું. જેની જાણ થતા સીટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને ત્યારબાદ 108 ની ટીમના ઈએમટી ગીતાબેન ખીરા તથા પાયલોટ વીરભદ્રસિંહ જાડેજા સ્થળ પર પહોંચી ગયા હતાં અને નવજાત શીશુને જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. જ્યાં બાળકની તબિયત સ્થિર હોવાનું તબીબોએ જણાવ્યું હતું. પોલીસે નવજાત શીશુ મળી આવ્યાની ઘટનામાં અજાણી મહિલા વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular