Tuesday, December 24, 2024
Homeરાજ્યહાલારલીંબુડા ગામ નજીક ટ્રેકટર પલ્ટી જતાં માસુમ બાળકનું મોત

લીંબુડા ગામ નજીક ટ્રેકટર પલ્ટી જતાં માસુમ બાળકનું મોત

ખેતરે જતા સમયે અકસ્માત: અન્ય વ્યક્તિને ગંભીર ઈજા

- Advertisement -

જોડિયા તાલુકાના લીંબુડા ગામના પાટીયાથી ગામ વચ્ચે જવાના ખેતરના રસ્તેથી પસાર થતા ટ્રેકટર ચાલકે કાબુ ગુમાવતા પલ્ટી ખાઈ જતા ટ્રેકટરમાં સવાર આઠ વર્ષના માસુમ બાળકનું ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું.

- Advertisement -

અકસ્મતના બનાવની વિગત મુજબ, જોડિયા તાલુકાના લીંબુડા ગામના ગામના પાટીયાથી ગામ તરફ જવાના માર્ગ પરથી પસાર થતા ટ્રેકટર ચાલકે કાબુ ગુમાવતા ટ્રેકટર પલ્ટી ખાઈ ગયું હતું. ટ્રેકટર પલ્ટી જતાં અકસ્માતની ઘટનામાં ટ્રેકટર ઉપર સવાર કેવિલ હેમરાજભાઈ ખાટરીયા (ઉ.વ.08) નામના માસુમ બાળકને ગંભીર ઈજા પહોંચી હતી. તેમજ બાળકના પરિવારજનને ગંભીર ઈજા પહોંચતા બંનેને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમિયાન કેવિલનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. બનાવની જાણ થતા પોલીસે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular