જામનગર તાલુકાના ખીલોસ ગામમાં રહેતા અને મજૂરી કામ કરતો યુવાન તેની પત્ની અને બાળકી સાથે બાઈક પર જતો હતો તે દરમિયાન સપડા ગામ પાસે પૂરઝડપે આવી રહેલી ઈકો કારે ઠોકર મારતા યુવાનની પત્ની અને પુત્રીને ગંભીર ઈજા પહોંચી હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના ખીલોસ- સપડા ગામમાં રહેતાં પરષોતમભાઈ પાલજીભાઇ વઘેલા (ઉ.વ.35) નામનો મજૂરી કામ કરતો યુવાન ગત તા.21 ના રોજ સવારના સમયે તેની બાઈક પર જતા હતાં તે દરમિયાન પાછળથી પૂરઝડપે આવી રહેલી જીજે-10-સીએન-6127 નંબરની ઇકો કારના ચાલકે યુવાનની બાઈકને ઠોકર મારી હડફેટે લેતા અકસ્માતમાં યુવાનના પત્ની નીમુબેન અને પુત્રી એકતાબેનને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત સર્જયા બાદ કારચાલક નાશી ગયો હતો. અકસ્માતમાં ઘવાયેલા માતા-પુત્રીને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં બનાવની જાણના આધારે હેકો એચ બી પાંડવ તથા સ્ટાફે યુવાનના નિવેદનના આધારે કારચાલક વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ આરંભી હતી.